close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પુત્ર નકુલનાથ માટે CM કમલનાથે કહ્યું- 'જો કામ ન કરે તો તેના કપડાં ફાડી નાખજો'

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના પુત્ર નકુલના પક્ષમાં અહીં ચૂંટણી પ્રચાર કરતા કહ્યું કે જો તેમનો પુત્ર કામ ન કરે તો લોકો તેમના કપડાં ફાડી નાખે.

Viral Raval Viral Raval | Updated: Apr 21, 2019, 03:49 PM IST
પુત્ર નકુલનાથ માટે CM કમલનાથે કહ્યું- 'જો કામ ન કરે તો તેના કપડાં ફાડી નાખજો'

છિંદવાડા: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના પુત્ર નકુલના પક્ષમાં અહીં ચૂંટણી પ્રચાર કરતા કહ્યું કે જો તેમનો પુત્ર કામ ન કરે તો લોકો તેમના કપડાં ફાડી નાખે. કમલનાથે ક્ષેત્ર સાથે પોતાના 40 વર્ષના જોડાણનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે તેમણે છિંદવાડાની જનતાની સેવા કરવાની જવાબદારી તેમના પુત્રને સોંપી છે. જેથી કરીને તે મધ્ય પ્રદેશ માટે કામ કરી શકે. તેમણે કહ્યું કે, 'હું જ્યાં આજે છું તે એટલા માટે છું કારણ કે તમે મને પ્રેમ અને તાકાત આપી છે.'

આ બે સીટ છે ભાજપ માટે ખુબ પ્રતિષ્ઠાનો વિષય, જીત માટે પીએમ મોદી પોતે ઉતરશે મેદાનમાં

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સ્થાનિક લોકોને કહ્યું કે, 'નકુલ આજે અહીં નથી પરંતુ તે તમારી સેવા કરશે. મેં તેને આ જવાબદારી સોંપી છે. જો તે કામ ન કરે તો તેને સજા આપજો અને તેના કપડાં ફાડી નાખજો.' કોંગ્રેસ નેતા છિંદવાડા હેડક્વાર્ટરથી લગભગ 65 કિમી દૂર ધનોરા ગામમાં  બોલી રહ્યાં હતાં. આ વિસ્તાર અમરવાડા લોકસભા વિસ્તાર હેઠળ આવે છે અને છિંદવાડા જિલ્લા હેડક્વાર્ટરથી લગભગ 65 કિમી દૂર છે. કમલનાથે કહ્યું કે, 'અમે નવી યાત્રાની શરૂઆ કરીશું અને ઈતિહાસ રચીશું.' નોંધનીય છે કે કમલનાથ આ લોકસભા ક્ષેત્રથી સૌથી લાંબા સમય સુધી, નવ વાર સાંસદ રહી ચૂક્યા છે પરંતુ હવે તેમણે પુત્ર માટે આ બેઠક છોડી છે. 

પ્રિયંકાએ PM મોદીને ગણાવ્યાં 'નબળા વડાપ્રધાન', પીયૂષ ગોયલે આપ્યો જડબાતોડ જવાબ

જુઓ LIVE TV

હાલ કમલનાથ છિંદવાડા વિધાનસભા બેઠકથી પેટાચૂંટણી લડી રહ્યાં છે. નિયમો મુજબ રાજ્ય સરકાર ચલાવવા માટે તેમનું વિધાનસભાના સભ્ય હોવું જરૂરી છે. કમલનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમપીના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર લોકોને ગુમરાહ કરવાનો આરોપ પણ લગાવ્યો. છિંદવાડામાં 29 એપ્રિલના રોજ મતદાન થશે. ગત લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં ભાજપે 26  બેઠકો અને કોંગ્રેસે 3 બેઠકો જીતી હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...