EPFO software facility: ઇપીએફ (EPFO) એ પોતાના સભ્યોની સંખ્યા અને તેમાં કરવામાં આવેલા નાણાકીય ટ્રાંજેક્શનની સંખ્યાના મામલે દુનિયાના સૌથી મોટા સામાજિક સુરક્ષા સંગઠનોમાંથી એક છે. હાલના સમયે લગભગ 7.5 કરોડ સભ્ય દર મહિને ભવિષ્ય નિધિ, પેંશન અને વિમા યોજનાઓમાં સક્રિય રૂપથી યોગદાન આપી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નાણાકીય વર્ષ પહેલાં 2 મહિનામાં જ આવાસ માટે એડવાન્સ રાશિ, બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે, લગ્ન, બિમારી, અંતિમ ભવિષ્ય નિધિ, ફાઈનલ પ્રોવિડન્ટ ફંડ સેટલમેન્ટ, પેન્શન, ઈન્સ્યોરન્સ વગેરે સામાજિક સુરક્ષાના લાભોના રૂપમાં લગભગ 87 લાખ દાવોનું સમાધાન કરવામાં આવ્યું છે. 


Exit Polls માં ફરી મોદી સરકાર! એક્સપર્ટે તમારા માટે સિલેક્ટ કર્યા 3 ધમાકેદાર શેર
Stocks To BUY: 5 એવા શેર જેમાં રૂપિયા રોક્યા તો થઇ જશો માલામાલ, 45% સુધી મળશે રિટર્ન


મજબૂત કોમ્યુટર સોફ્ટવેરથી બધુ બન્યું શક્ય
પીએફ સભ્યો આ લાભોનો ઓનલાઈન દાવો કરે છે. આ એક મજબૂત કમ્પ્યુટર સોફ્ટવેર એપ્લિકેશન દ્વારા શક્ય બન્યું છે, જે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) માં સભ્યના ડેટાને માન્ય કરે છે.


EPFO ના રેકોર્ડમાં સભ્યોના ડેટાની સુસંગતતા એ સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સેવાઓ એકીકૃત રીતે અને યોગ્ય સભ્યને પૂરી પાડવામાં આવે છે, જેથી ખોટી ચુકવણી અથવા છેતરપિંડીનું જોખમ ટાળી શકાય.


Budh Asta 2024: આજથી સાચવી ભરજો ડગલાં, નહીંતર બુધની અડફેડે ચઢ્યા તો મુશ્કેલીમાં મુકાશો
Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મત


ઓનલાઇન અપડેટ કરી શકે છે પ્રોફાઇલ
આ પ્રકારે ઇપીએફઓ તરફથી 22 ઓગસ્ટ 2023  ના રોજ જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) દ્વારા સભ્યોની પ્રોફાઇલમાં ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તેને હવે ઇપીએફઓ દ્વારા ડિજિટલ ઓનલાઇન મોડમાં ઓપરેટ કરવામાં આવ્યું છે. પીએફ સભ્ય હવે નામ, લિંગ, જન્મ તારીખ, માતા પિતાનું નામ, વૈવાહિક સ્થિતિ, રાષ્ટ્રીયતા, આધાર વગેરે જેવા પોતાના ડેટાને ઓનલાઇન એપ્લિકેશ્ન આપીને અપડેટ કરાવી શકે છે. એપ્લિકેશન સાથે તમને તમારી વિનંતી સાથે સંબંધિત જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.


IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડ
Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, જાણો ડિટેલ્સ


અત્યાર સુધી મળી 2.75 લાખ એપ્લિકેશન
આવી તમામ વિનંતીઓ સંબંધિત નોકરીદાતાઓ દ્વારા દેશભરની પીએફ ઓફિસોને મોકલવામાં આવે છે. સભ્યોએ પણ આ નવી સુવિધાનો ઉપયોગ કરીને તેમની વિનંતીઓ સબમિટ કરવાનું શરૂ કર્યું છે. EPFO મુજબ, આમાંથી લગભગ 40,000 EPFOની પ્રાદેશિક કચેરીઓ દ્વારા સેટલ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં EPFOને આવી લગભગ 2.75 લાખ અરજીઓ મળી છે.