Criketer Love Story: IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડ

Indian Cricketer Love Story: કલકત્તા નાઇટ રાઇડર્સ ઉપરાંત વેંકટેશ અય્યર (Venkatesh Iyer) ભારતીય ટીમ માટે રમી ચૂક્યા છે. જોકે પ્રદર્શન સારું ન હોવાથી તેમને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2022 માં પોતાની ગત ઇન્ટરનેશનલ મેચ રમી હતી. 

Criketer Love Story: IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડ

Venkatesh Iyer married partner Shruti Ragunathan: કલકત્તા નાઇટરાઇડર્સના ઓલરાઉન્ડ વેંકટેશ અય્યર (Venkatesh Iyer) લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આઇપીએલ 2024 માં કમાલનું પ્રદર્શન કરનાર વેંકટેશ અય્યરે (Venkatesh Iyer) પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા છે. વેંકટેશ અય્યર (Venkatesh Iyer) ના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. તે હાલમાં ટીમ ઇન્ડીયામાંથી બહાર છે પરંતુ આઇપીએલમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

ભારત માટે રમી ચૂક્યા છે વેંકટેશ અય્યર
કલકત્તા નાઇટ રાઇડર્સ ઉપરાંત વેંકટેશ અય્યર (Venkatesh Iyer) ભારતીય ટીમ માટે રમી ચૂક્યા છે. જોકે પ્રદર્શન સારું ન હોવાથી તેમને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2022 માં પોતાની ગત ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ભારત માટે 2 વનડેમાં તેમને 24 અને 9 ટી20 મેચોમાં 133 રન બનાવ્યા. આ દરમિયાન કોઇ ફીફ્ટી ફટકારી ન હતી. 
वेंकटेश की लव स्टोरी

વેંકટેશની લવસ્ટોરી
શ્રુતિ વિશે કહેવામાં આવે છે કે તે બેંગલુરૂના લાઇફસ્ટાઇલ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરે છે. તેમની મુલાકાત વેંકટેશ અય્યર (Venkatesh Iyer) સાથે કેવી રીતે થઇ તેની કોઇ ચોક્કસ જાણકારી નથી. જોકે એમ કહેવામાં આવે છે કે બંને કોમન ફ્રેડ્સ દ્વારા મળ્યા અને પછી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. 

શું કરે છે વેંકટેશની વાઇફ? 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વેંકટેશ અય્યર (Venkatesh Iyer) ની પત્નીએ બીકોમની ડિગ્રી લીધી છે. તેમણે પીએસજી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં અભ્યાસ કર્યો છે. શ્રૃતિએ બીકોમ કર્યા બાદ ફેશન મેનેજમેન્ટમાં માસ્ટરની ડિગ્રી લીધી. 

क्या करती हैं वेंकटेश की वाइफ?

વેંકટેશની પત્નીનું નામ
વેંકટેશ પારંપરિક અંદાજમાં લગ્ન કર્યા છે. આ બેટ્સમેને ગત વર્ષે નવેમ્બરમાં શૃતિ રધુનાથન સાથે સગાઇ કરી હતી. તેમણે આઇપીલ બાદ લગ્નનો પ્લાન કર્યો હતો અને સંયોગથી આ ટૂર્નામેન્ટમાં તેમની ટીમે ખિતાબ પણ જીત્યો. હવે ટ્રોફી જીત્યા બાદ વેંકટેશ અય્યર (Venkatesh Iyer) એ શૃતિ સાથે લગ્ન કર્યા. 

वेंकटेश की पत्नी का नाम

આઇપીએલમાં વેંકટેશનું પ્રદર્શન
વેંકટેશ અય્યર (Venkatesh Iyer) એ આઇપીએલમાં અત્યાર સુધી 50 મેચ રમી છે. આ દરમિયાન 31.57 ની એવરેજ અને 137.13 ની સ્ટ્રાઇક રેટથી 1326 રન બનાવ્યા છે. તેમના નામે એક સદી અને 11 ફીફ્ટી પણ છે. બોલીંગમાં વેંકટેશે 3 વિકેટ લીધી છે. આઇપીએલ 2024 ની વાત કરીએ તો આ ખેલાડીએ 15 મેચોમાં 270 રન બનાવ્યા. આ દરમિયાન તેમની સરેરાશ 46.25 અને સ્ટ્રાઇક રેટ 158.79 ની રહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news