નવી દિલ્હી: જો તમે પણ મેડિકલ ફીલ્ડમાં કરિયર શોધી રહ્યો છો તો તમારા માટે સારા સમાચાર છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ 5 હજાર ખાલી જગ્યાઓ પર નવી ભરતીઓ કરવા માટે આવેદન મગાવ્યા છે. ઇએસઆઇસીની તરફથી નવી ભરતી અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવશે. છેલ્લે પસંદ કરેલા ઉમેદવારને પગાર 7માં પગાર મુજબ મળશે. એન્ટ્રી લેવલ પર પગાર 44,900 રૂપિયા પ્રતિમાસ હશે. આ ઉપરાંત, કર્મચારીઓને ડીએ, એચઆરએ અને પરિવહન ભથ્થું અને અન્ય ભથ્થાં પણ મળશે. આમાંથી પ્રારંભિક વેતન 60 હજાર રૂપિયાથી વધુ હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: નોકરી ન મળી તો 1200 રૂપિયાથી શરૂ કર્યો ધંધો, આજે છે 37000 કરોડની કંપનીની માલિક


ખાલી જગ્યા ક્યાં ઊભી થઈ?
ESICની ઓફિશિયલ વેબસાઇટ પર સંબંધિત જગ્યાઓ માચે નોટિફિકેશન જાહરે કરવામાં આવ્યું છે. જુદા જુદા રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર આવેદન મગાવવામાં આવ્યા છે. જ્યાં-જ્યાં ભરતીઓ કરવામાં આવી રહી છે, તેમાં આસામ, છત્તીસગઢ, હરિયાણા, હિમાતલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, કેરળ, ઓડિશા, પંજાબ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઝારખંડ અને કર્નાટકામાં ખાલી જગ્યાઓ છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારના અનુસાર ESICમાં નવી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. લગભગ 5 હજાર ખાલી જગ્યાઓ છે.


વધુમાં વાંચો: અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: ઇડીએ કોર્ટમાં કર્યો દાવો, મિશેલે લીધુ ‘શ્રીમતી ગાંધી’નું નામ


આવેદન કરવાની છેલ્લી તારખી
સંબંધિત ખાલી જગ્યાઓ માટે ઓનલાઇન આવેદન પ્રક્રિયા 21 ડિસેમ્બરથી શરૂ થઇ ગઇ છે. આવેદનકર્તા 21 જાન્યુઆરી  2019 સુધી આવેદન કરી શકે છે. આ નવી દિલ્હી સ્થિત ESICના મુખ્ય કાર્યલયથી જાહેરાત કરવામાં આવી છે.


વધુમાં વાંચો: આ તે આશ્રય ગૃહ કે અત્યાચાર ગૃહ? માસૂમ બાળાઓના પ્રાઈવેટ પાર્ટમાં મરચાની ભૂકી ભરી દેવાતી


આવી રીતે કરો આવેદન
સૌથી પહેલા www.esic.nic.in/recruitments ની વેબસાઇ પર જાઓ. ત્યાં સંબંધિત પદોની જાહેરાત ધ્યાનપૂર્વક વાચો અને તેમારી યોગ્યતા તપાસી લો. ત્યાર બાદ સંબંધિત દિશા-નિર્દેશને વાંચી ઓનલાઇન એપ્લિકેશનની લિંક પર ક્લિક કરો. હવે આ એપ્લિકેશનમાં માગવામાં આવેલી સંપૂર્ણ માહિતી ધ્યાન પૂર્વક ભરવી. દરેક નોટિફિકેશનની લિંક અલગ છે, તેમાં યોગ્યતા, આવેદનની તારીખ, પરીત્રા કાર્યક્રમ અને ફી વિશે જાણકારી આપવામાં આવી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...