શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગયેલા યુરોપિયન યુનિયનના સાંસદોએ કહ્યું કે પશ્ચિમ મીડિયા કાશ્મીર મુદ્દે યોગ્ય વલણ અપનાવી રહ્યું નથી. ઈયુ સાંસદોએ કહ્યું કે પાકિસ્તાન (Pakistan)માં ખ્રિસ્તિઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. પોતાના પ્રવાસ દરમિયાન એક પ્રેસ કોન્ફન્સમાં ઈયુ સાંસદોએ કહ્યું કે કલમ 370 એ ભારતનો આંતરિક મુદ્દો છે, અમે ભારતની સાથે છીએ. તેમણે કહ્યું કે ભારત એક શાંતિપ્રિય દેશ છે. કાશ્મીરના લોકોને ભારત સરકાર પાસેથી ખુબ આશાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈયુ સાંસદે પોતાના પ્રવાસની થઈ રહેલી ટીકાઓને ફગાવતા કહ્યું કે તેમના પ્રવાસનો ખોટી રીતે પ્રચાર થયો છે. તેમણે કહ્યું કે જો અમે નાઝીવાદી હોત તો જનતા અમને શું કામ પસંદ કરત. ઈયુ સાંસદોએ કહ્યું કે સેના સાથે આતંકવાદને લઈને તેમની વાતચીત થઈ. સાંસદોએ કહ્યું કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત ઈચ્છે છે. 


370 એ આતંરિક મુદ્દો, અમે ભારતની સાથે, અમારા પ્રવાસને ખોટી રીતે જોવામાં આવ્યો: EU સાંસદ


જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગયેલા 23 યુરોપીયન સાંસદોએ આતંકવાદના મુદ્દે ભારત પ્રત્યે પોતાનું સમર્થન આપ્યું હતું. તેમણે એક સૂરમાં કહ્યું હતું કે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે. એક EU સાંસદે ભારતનું ભરપૂર સમર્થન કરતા કહ્યું હતું કે કાશ્મીર ખીણમાં પાકિસ્તાન દ્વારા આતંકીઓને ફંડિંગ થાય છે. સાંસદોએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ મોટી સમસ્યા છે અને તેના વિરુદ્ધ જંગમાં અમે ભારતની સાથે છીએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...