શ્રીનગર: યુરોપિયન યુનિયન (European Union)ના સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ આજે બીજા દિવસે પણ જમ્મુ  કાશ્મીર (Jammu Kashmir)ના હાલાતની સમીક્ષા કરશે. નોંધનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 હટાવાયા બાદથી કાશ્મીરની મુલાકાત કરનારું આ પહેલુ વિદેશી પ્રતિનિધિ મંડળ છે. આ અગાઉ યુરોપિયન સાંસદોનું આ પ્રતિનિધિ મંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું. પ્રતિનિધિ મંડળ અહીંની એક ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચ્યું. ત્યારબાદ તેમને બદામી બાગમાં સેનાના 15 કોર હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યાં. અહીં સેનાના ટોચના કમાન્ડરોએ તેમને કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપમાં ખેંચતાણ, NCP કેમ કોઈને સાથ આપવા નથી માંગતી? વાંચો ઈનસાઈટ સ્ટોરી 


15 કોર્પ્સ હેડક્વાર્ટર પર યુરોપિયન સાંસદોના પ્રતિનિધિ મંડળ સાથે બેઠકમાં બ્રિફિંગ દરમિયાન સુરક્ષાદળોએ તેમને કાશ્મીર ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે પણ જાણકારી આપી. સુરક્ષાદળોએ આતંકવાદીઓને ભારતમાં મોકલાતા આતંકીઓમાં પાકિસ્તાની સેનાની ભૂમિકા અંગે પણ જણાવ્યું. યુરોપિયન સાંસદોએ મંગળવારે ડાલ ઝીલમાં શિકારાનો પણ આનંદ લીધો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...