મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપમાં ખેંચતાણ, NCP કેમ કોઈને સાથ આપવા નથી માંગતી? વાંચો ઈનસાઈટ સ્ટોરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થયાના 6 દિવસ બાદ પણ સરકાર બનાવવાને લઈને સસ્પેન્સ યથાવત છે. ભાજપ અને શિવસેના બંને વચ્ચે સમજૂતિ થઈ નથી. 50-50ના ફોર્મ્યુલાના કારણે એવો તે પેચ ફસાયો છે કે તે ઉકેલાવાની જગ્યાએ વધુ ગૂંચવાઈ રહ્યો છે. શિવસેના પોતાની માગણીઓ પર અડીખમ છે જ્યારે ભાજપ જરાય નમતું ઝોકવા તૈયાર નથી. મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો ગૂંયવાયેલા છે. 

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપમાં ખેંચતાણ, NCP કેમ કોઈને સાથ આપવા નથી માંગતી? વાંચો ઈનસાઈટ સ્ટોરી

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થયાના 6 દિવસ બાદ પણ સરકાર બનાવવાને લઈને સસ્પેન્સ યથાવત છે. ભાજપ અને શિવસેના બંને વચ્ચે સમજૂતિ થઈ નથી. 50-50ના ફોર્મ્યુલાના કારણે એવો તે પેચ ફસાયો છે કે તે ઉકેલાવાની જગ્યાએ વધુ ગૂંચવાઈ રહ્યો છે. શિવસેના પોતાની માગણીઓ પર અડીખમ છે જ્યારે ભાજપ જરાય નમતું ઝોકવા તૈયાર નથી. મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો ગૂંયવાયેલા છે. 

જો કે સરકાર બનાવવા માટે જે રીતે શિવસેના ભાવતાલ પર ઉતરી છે તેનાથી ભાજપના નેતાઓને નવાઈ નથી લાગતી. ભાજપના નેતાઓનું કહેવું છે કે રાજકારણમાં ભાવતાલ કોઈ ખરાબ વાત નથી. જેને જ્યારે તક મળે ત્યારે તે આમ જ કરે છે. ભાજપના નેતાઓનું માનવું છે કે શિવસેના ગમે તેટલું લડે પરંતુ આખરે તો તેણે ભાજપ સાથે જ સરકાર બનાવવાની છે. ભાજપના નેતાઓ આમ કેમ કહે છે તેના કારણો ઉપર પણ ધ્યાન આપવું પડશે. 

ભાજપના એક રાષ્ટ્રીય મહાસચિવે કહ્યું કે રાજકારણમાં ડિમાન્ડ કરવી એ ખોટી વાત નથી. શિવસેનાને તક મળી છે અને તે એમ જ કરી રહી છે. મીડિયા માટે શિવસેનાના નિવેદનો મહત્વ ધરાવતા હશે પરંતુ અમારા માટે કશું જ નવું નથી. અમને ગમે તેટલી ગાળો બોલે પરંતુ છતાંય પાંચ વર્ષ તો અમે સાથે રહ્યાં ને.

ભાજપના સૂત્રોના જણાવ્યાં મુજબ ટોચના નેતૃત્વ સ્તરે શિવસેનાને સંદેશ આપી દેવાયો છે કે તેને મુખ્યમંત્રી પદ મળશે નહીં, તે ડેપ્યુટી સીએમ પદથી સંતોષ મેળવે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે શિવસેનાને પણ ખબર છે કે તેને મુખ્યમંત્રી પદ મળવાનું નથી. પરંતુ શિવસેના મુખ્યમંત્રી પદને લઈને દબાણનું રાજકારણ રમી રહી છે. હકીકતમાં શિવસેનાની રણનીતિ મુખ્યમંત્રી પદ માટે દબાણ સર્જીને બદલામાં નાણા ખાતું અને ગૃહ વિભાગ જેવા મહત્વના વિભાગો પોતાની પાસે રાખવાની ઈચ્છા છે. આદિત્ય ઠાકરેનું કદ ડેપ્યુટી સીએમથી વધુ નથી. 

તો શું શિવસેના-ભાજપે સાથે રહેવું એ મજબુરી છે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જે આક્રમક અંદાજમાં શરદ પવાર ફરીથી શક્તિ બનીને ઉભર્યા છે તેનાથી એક જ વિચારધારા પર ઊભી રહેલી શિવસેના અને ભાજપે એકબીજા સાથે રહેવું એ મજબુરી છે. ભાજપના એક નેતાએ કહ્યું કે શિવસેના ભલે વિકલ્પ ખુલ્લા હોવાની વાત કરે પરંતુ તેને પણ ખબર છે કે કોંગ્રેસ-એનસીપીના સહયોગથી સરકાર બનાવે તો તેની ઉગ્ર હિન્દુત્વની રાજનીતિ પર અસર પડી શકે છે. જનતા વચ્ચે હિન્દુત્વના મુદ્દે તે પૂરી રીતે એક્સપોઝ થઈ જશે. 

શિવસેનાને છે આ ડર
સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના સાથે આવે તો કોંગ્રેસ-એનસીપી તરફથી કોઈ પણ ભોગે ભાજપને સત્તામાંથી દૂર રાખવા માટે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી પદ મળી શકે છે. પરંતુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ડર છે કે જો અધવચ્ચે જ આદિત્યના નેતૃત્વવાળી સરકાર પડી ગઈ તો પછી તે રાજકીય 'ભ્રૂણ હત્યા' ગણાશે. આ બધા કારણોને લીધે ઉદ્ધવ ઠાકરે સારા મંત્રાલય મળ્યા બાદ ભાજપ સાથે જ સરકાર બનાવવા માટે અંદરખાનેથી સમજી રહ્યાં છે. 

જુઓ LIVE TV

પાર્ટીના સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ સામે પણ વિકલ્પ નથી. કોંગ્રેસ સાથે તો ભાજપ સરકાર બનાવશે નહીં. એનસીપી નેતા શરદ પવાર વિરુદ્ધ ચૂંટણીની મૌસમમાં ઈડીએ જે રીતે કાર્યવાહી કરી, તેનાથી ભાજપ સાથે તેના સંબંધ ખરાબ થયા છે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડનારી એનસીપીને પણ લાગે છે કે જો તે ભાજપ સાથે ગઈ તો કહેવાશે કે કેન્દ્રીય એજન્સીઓના ડરથી શરદ પવારે ગઠબંધન કર્યું. 

સૂત્ર જણાવી રહ્યાં છે કે આ બધી પરિસ્થિતિઓમાં છેલ્લે સરકાર તો ભાજપ અને શિવસેનાની જ બનશે. સરકાર બનાવવાની કવાયત વચ્ચે ભાજપ વિધાયક દળની બેઠક બુધવારે મુંબઈમાં યોજાવવાની છે. જેમાં મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લાગશે. વિધાનસભા ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાલ શિવસેના સાથે વાતચીત કરવામાં લાગ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news