નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના રાજ્યસભાના નોમિનેટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા, નિષ્પક્ષતાના 'સિદ્ધાંતોથી સમજુતી' કરી છે. જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ મદન લોકુરે જ જાન્યુઆરી 2018માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ પત્રકાર વાર્તા કરી કેટલિક વિશિષ્ટ બેન્ચોને મહત્વપૂર્ણ મામલાની મનમાનીપૂર્વક વહેંચણીનો આરોપ લગાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું, 'મારા અનુસાર, પૂર્વ સીજેઆઈ દ્વારા રાજ્યસભાના સભ્યપદના રૂપમાં નોમિનેટની સ્વીકૃતિએ ચોક્કસપણે ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર આમ આદમીના વિશ્વાસને હલાવી દીધો છે.  જસ્ટિસ ગોગોઈ દ્વારા પ્રેસમાં આપવામાં આવેલા નિવેદનને યાદ કરતા, તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પૂર્વ સીજેઆઈએ રાજ્યસભાની ઓફરનો કેમ સ્વીકાર કર્યો?'


ત્યારે જસ્ટિસ ગોગોઈનો અમે સાથ આપ્યો હતો....
તેમણે કહ્યું કે, અમે હંમેશા રાષ્ટ્ર માટે કામ કર્યું. 12 જાન્યુઆરી, 2018ના જસ્ટિસ રંજન ગોગોઈનો અમે ત્રણેય જજોએ સાથ આપ્યો હતો. જસ્ટિસ કુરિયને કહ્યું, મને આશ્ચર્ય છે કે કઈ રીતે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, જેમણે એકવાર ન્યાયપાલિકાની સ્વતંત્રતાને બનાવી રાખવા માટે દ્રઢ વિશ્વાસની સાથે સાહસનું પ્રદર્શન કર્યું હતું, તે હવે ન્યાયપાલિકાની નિષ્પક્ષતાના મહાન સિદ્ધાંતો સાથે કેમ સમજુતી કરી રહ્યાં છે. 


કોંગ્રેસે આ નિર્ણયને ન્યાયપાલિકા પર આઘાત ગણાવ્યો
તો વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કરવાના સંબંધમાં મંગળવારે આરોપ લગાવ્યો કે મોદી સરકારે ન્યાયપાલિકા પર આઘાત કર્યો છે. પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ તે પણ કહ્યું કે, મોદી સરકારે પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના તે કથનનો પણ ખ્યાલ ન રાખ્યો જેમાં તેમણે ન્યાયાધીશોની સેવાનિવૃત્તી બાદ પદો પર નિમણૂંકનો વિરોધ કર્યો હતો. 


સિંઘવીએ કહ્યું, 'આપણા બંધારણ પ્રમાણે ન્યાયપાલિકા એક તરફ થઈને કામ કરે છે તથા કાર્યપાલિકા અને સંસદ બીજીતરફ હોય છે. બંધારણમાં શક્તિઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.' તેમણે દાવો કર્યો, 'આ ધારણા કેટલાક વર્ષોથી બની રહી હતી કે આપણી કાર્યપાલિકાના આક્રમણથી ન્યાયપાલિકામાં નબળાઈ આવી રહી છે. આ ધારણા વધુ વધશે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...