શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે તેને લઈને કાશ્મીરી નેતાઓના એક ડેલીગેશને ગવર્નર સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી. પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ રાજ્યપાલને કહ્યું કે લોકોમાં ડરનો માહોલ છે. જેના પર રાજ્યપાલ સત્યપાલ મલિકે નેતાઓને કડક શબ્દોમાં કહ્યું કે તમે લોકો તમારા નેતાઓને સમજાવો, તેઓ એડવાઈઝરીને લઈને પોતાના સમર્થકો વચ્ચે અફવાઓ ન ફેલાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાલી ખોટો ડર પેદા કરાઈ રહ્યો છે
ગવર્નર સત્યપાલ મલિકે કાશ્મીરના  લોકોને અપીલ કરતા કહ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપો. પૂરતા ઈનપુટના આધારે આ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. સ્થાનિક નેતા એડવાઈઝરીને અન્ય મુદ્દાઓ સાથે જોડી રહ્યાં છે. લોકોમાં ખાલી ખોટો ડર પેદા  કરાઈ રહ્યો છે. 


J&K: સોપોરમાં એન્કાઉન્ટર ચાલુ, એક આતંકી ઠાર થયો હોવાના અહેવાલ 


ગવર્નર સાથે મુલાકાત અગાઉ મહેબુબા મુફ્તીએ નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાની પણ મુલાકાત કરી. તેઓ સજ્જાદ લોન અને શાહ ફૈઝલ સાથે ગવર્નરને મળવા પહોંચ્યા હતાં. 


જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે છેડછાડ ન કરે
મહેબુબા મુફ્તીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં દહેશતનો માહોલ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે છેડછાડ ન કરવામાં આવે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...