નવી દિલ્હી : યૂપીએની મનમોહન સરકારમાં વિદેશ મંત્રી રહેલા કોંગ્રેસનાં પૂર્વ નેતા એસ.એમ કૃષ્ણાએ શનિવારે (9 ફેબ્રુઆરી)ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર અનેક આરોપ લગાવ્યા. કૃષ્ણાએ આરોપ લગાવતા કહ્યું કે, મારા કાર્યકાળ દરમિયાન રાહુલ ગાંધી માત્ર સાંસદ હતા. તેમની પાસે પાર્ટીમાં કોઇ પદ નહોતું. આ છતા પણ તેઓ સરકારના કામકાજમાં સતત દખલ કરતા હતા. રાહુલના દખલના કારણે જ મને યુપીએ સરકાર અને કોંગ્રેસથી અલગ થવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એસએમ કૃષ્ણા ત્યાર બાદ ભાજપમાં જોડાઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કટોરો લઇને દુબઇ પહોંચ્યા ઇમરાન ખાન, રાહત પેકેજની IMF સામે માંગ કરશે

રાહુલ ગાંધીના સતત દખલના કારણે કોંગ્રેસ અને પદ બંન્ને છોડવાની ફરજ પડી
એસએમ કૃષ્ણાએ આરોપ લગાવતા કહ્યું કે, હું સાડા ત્રણ વર્ષ સુધી વિદેશ મંત્રી રહ્યા અને મારા અંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કશુ જ નથી કહ્યું. જો કે રાહુલ ગાંધી સતત દખલના કારણે  મને વિદેશ મંત્રીનું પદ છોડવું પડ્યું. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, યુપીએ સરકારમાં મનમોહન સિંહ વડાપ્રધાન હતા, પરંતુ ઘણા બધા નિર્ણયો તેમની માહિતી વગર જ લઇ લેવામાં આવતા હતા. જો કે ઘણા બધા નિર્ણયોમાં તેમની પરવાનગી પણ લેવામાં આવી નહોતી. 


મહામિલાવટ ક્લબનાં દરેક સભ્ય પર ભ્રષ્ટાચારનાં આરોપ: PMના ચાબખા

સરકાર અને કોંગ્રેસ પર રાહુલ ગાંધીનુ નિયંત્રણ હતું
કૃષ્ણાએ આરોપ લગાવતા કહ્યું કે, 2009થી 2014ની વચ્ચે વડાપ્રધાનનું કોઇ જ નિયંત્રણ નહોતું. સરકાર અને પાર્ટીમાં રાહુલ ગાંધીનું જ નિયંત્રણ હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીને કેબિનેટ દ્વારા પ્રસ્તાવની કોપી ફાડવાનો પણ અધિકાર મળેલો હતો. તેને વધારાના સંવૈધાનિક અધિકાર કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીની કોઇ પ્રત્યે જવાબદાર નહોતા.