Farmers protest: આજે ખેડૂતોનો ચક્કાજામ, પોલીસ સાથે પેરામિલિટ્રી ફોર્સ ગોઠવી, સુરક્ષા કવચ તૈયાર
દિલ્હી પોલીસ ડીસીપી ક્રાઇમ ચિન્મય બિસ્વાલએ કહ્યું કે ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીની અંદરણ સુરક્ષાના કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
નવી દિલ્હી: કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોએ આજે શનિવારે બપોરે 12 થી 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામની જાહેરાત કરી છે. ખેડૂત નેતાઓ તરફથી દિલ્હી-એનસીઆરમાં ચક્કાજામ ન કરવાની વાત કહી છે. પરંતુ તેમછતાં પણ દિલ્હી પોલીસ સર્તક છે. 26 જાન્યુઆરીના દિવસે થયેલી હિંસામાંથી પાઠ લઇને આ વખતે ઢીલ વર્તવા માંગતી નથી. દિલ્હી પોલીસે પડોશી રાજ્યોને જોડનાર બોર્ડર પર સુરક્ષા સખત કરી દીધી છે.
દિલ્હી પોલીસ ડીસીપી ક્રાઇમ ચિન્મય બિસ્વાલએ કહ્યું કે ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીની અંદરણ સુરક્ષાના કડક વ્યવસ્થા કરવામાં આવી છે. નવી દિલ્હીના ડીસીપીએ દિલ્હી મેટ્રોના અધિકારીઓને પત્ર લખીને જરૂર પડતાં રાજીવ ચોક, કેન્દ્રીય સચિવાલય સહિતના 12 મેટ્રો સ્ટેશન શોર્ટ નોટિસ પર બંધ કરવા માટે તૈયાર રહેવા માટે કહ્યું છે.
દિલ્હી પોલીસના અનુસાર ખેડૂતો સાથે કોઇ વાત થઇ નથી. આ સંબંધમાં અન્ય માધ્યમોથી ખબર પડી છે કે ખેડૂત દિલ્હીમાં ચક્કાજામ નહી કરશે. ખેડૂતો દિલ્હીમાં ચક્કાજાન ન કરવાની જાહેરાત છતાં પોલીસે કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છે. આઇટીઓ પર પોલીસ સાથે પેરામિલિટ્રી ફોર્સના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
બોર્ડર પર ઘણા લેયરની બેરિકેડિંગ
દિલ્હી પોલીસે બોર્ડર પર ઘણા પ્રકારની બેરિકેડિંગની છે, સાથે જ કિલ્લાબંધી અંદર પણ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ સાથે ઘણી જગ્યએ કાંટાળી વાડ કરવામાં આવી છે. પોલીસ નિયમો તોડનાર સાથે કડક પગલાં ભરવામાં આવશે. દિલ્હી પોલીસનું કહેવું છે કે જે ખેડૂત બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે તેમાંથી ઓછા ખેડૂત જ દિલ્હીની સીમામાં છે. મોટાભાગના ખેડૂત દિલ્હીની સીમાની બીજી તરફ ઉત્તર પ્રદેશ અને હરિયાણમાં બેઠ્યા છે. સંયુક્ત પોલીસ કમિશ્નર આલોક કુમારે કહ્યું કે દિલ્હી પોલીસ પડોશી રાજ્યોની પોલીસના સંપર્કમાં છે.
મોરચા તરફથી આ સંબંધમાં આંદોલનકારી ખેડૂતો માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. અમે પણ જનતા પાસે સહયોગની અપીલ કરી છે.
ઠગવાનું નવું હથિયાર બન્યો QR Code, જોતજોતામાં ખાલી થઇ જશે એકાઉન્ટ
સંયુક્ત કિસાન મોરચાની તરફથી જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે...
1. દેશભરમાં નેશનલ અને સ્ટેટ હાઇવે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી કરવામાં આવશે.
2. ઇમરજન્સી અને જરૂરી સેવાઓ જેમ કે એમ્બુલન્સ, સ્કૂલ બસ વગેરેને રોકવામાં નહી આવે.
Corona Vaccine લગાવતાં જ બીજી ભાષામાં બોલવા લાગ્યો માણસ, હર્ષ ગોયનકાએ શેર કર્યો Video
3. ચક્કાજામ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે. પ્રદર્શનકારીઓને નિર્દેશ આપવામાં આવે છે કે તે એક કાર્યક્રમ દરમિયાન કોઇ અધિકારી, કર્મચારી અને સામાન્ય નાગરિક સાથે કોઇપણ ટકરાવમાં સામેલ થશે નહી.
4. દિલ્હીમાં કોઇ ચક્કાજામ પ્રોગ્રામ નહી થાય, કારણ કે તમામ વિરોધ સ્થળ પહેલાંથી જ ચક્કાજામ મોડમાં છે. દિલ્હીમાં પ્રવેશ કરવા માટે તમામ રોડ ખુલ્લા રહેશે. સિવાય તેમના, જ્યાં પહેલાંથી જ ખેડૂતો મોરચા પર છે.
5. 3 વાગ્યાને 1 મિનિટ સુધી હોર્ન વગાડીને, ખેડૂતોની એકતાના સંકેત આપતાં ચક્કાજામ કાર્યક્રમ સંપન્ન થશે.
(ઇનપુટ: ભાષામાંથી પણ)
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube