નવી દિલ્હી : ઘણીવખત લોકો એવું પણ બોલી જતા હોય છે કે આખરે આર્મીને આટલી ગ્લોરિફાઇ શા માટે કરવામાં આવે છે. આ પ્રકારના લોકો માટે કારગીલ યુદ્ધનો એક કિસ્સો જ પુરતો છે. જેની એક એક મિનિટ રૂંવાડા ખડા કરી દે છે. કારગિલ વિજય દિવસ પ્રસંગે આ યુદ્ધની એક એવી જ દાસ્તા અમે તોલોલિંગથી લઇને આવ્યા છીએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સતત દુશ્મનો સામે મોર્ચો લઇ રહેલા રાજપુતાના રાઇફલ્સના અધિકારી અને જવાનોને આ વાતનો અહેસાસ પણ નહોતો કે ગત્ત ત્રણ દિવસમાં તેના પેટમાં અનાજનો એક દાણો પણ નથી ગયો. જવાનો પોતાની ભુખનો પ્રથમ અહેસાસ તેવા સમયે થયો જ્યારે તેમણે આતંકવાદીઓના વેશમાં હાલની પાકિસ્તાની સેનાના એક એક જવાનને ધુળ ચાંટો કરી દઇને ભારતીય તિરંગાને શાનથી તોલોલિંગની પહાડી પર ફરાવી દીધા હતા. 

કેસરિયા વાઘા પહેરીને કારગિલના યુદ્ધમાં કુદેલા રાજપૂતાના રાઇફલ્સના જવાનોની આકરી કસોટી આટલે પુર્ણ નહોતી થઇ. જવાનોએ પાણીથી પોતાની ભુખ મિટાવવા માટે જેવી પોતાની વોટરબેગ કાઢી તો જોયું કે, તેણે પાણીનુ અંતિમ ટીપુ પણ વપરાઇ ચુક્યું છે. હવે જવાનો પાસે પોતાની ભુખ અને તરસ છિપાવવા માટે એક જ વસ્તુ બાકી હતી, તે હતો તોલોલિંગ પર રહેલો બરફ.

તોલોલિંગની જીતમાં મહત્વની ભુમિકા નિભાવનાર જાંબાઝ કેપ્ટન અખિલેશ સક્સેનાએ તે અંગે વાત કરતા જણાવ્યું કે, પોતાની ભુખ અને તરસ બુઝાવવા માટે બરફની તરફ આગળ વધી રહેલા જવાનોનાં હાથોને અટકાવી દીધા. તેનું કારણ બરફની ઉપર જામેલ તોપો અને ગોળીઓનું બારૂદ હતું. સતત ગોળીબારના કારણે બરફની ઉપરની સપાટી સંપુર્ણ રીતે બારુદથી ભરાઇ ચુકી હતી. સમગ્ર વિસ્તારના બરફ પર બારુદ ફેલાયેલો હતો. 

આ બારુદની અસર આશરે એક ફુટ ઉંડે સુધી હતી. એવામાં કોઇ પણ જવાન બરફના પાણીનું એક ટીપુ પણ પીવે તો બારુદની અંદર રહેલું ઝેર જવાનોના પ્રાણ હણવા પુરતું હતું. એ પણ ત્યારે જ્યારે બરફ એક માત્ર જીવીત રહેવાનું એક માત્ર સાધન હતી. જવાનોએ પોતાની ભુખ અને તરસને મિટાવવા માટે બરફને ખોદવાનો ચાલુ કર્યો. આશરે બે ફુટ ઉંડો ખાડો કરવા માટે જવાનોએ બરફ કાઢ્યો. 

આ જ બરફને પીગળાવીને તોલોલિંગમાં રહેલા સેના અને તમામ અધિકારીઓએ પોતાની તરસ અને ભુખ બંન્નેને સંતોષી હતી. દેશની સરહદોની સુરક્ષામાં પોતાના જીવને જોખમમાં નાખનારા આ જ જવાનોનો ત્યાગ અને સાહસ તેમના ગ્લોરિફાઇ થવાનો તક આપે છે. માટે જ દેશની સેના માટે અનાપ - શપાન બકનારા લોકો માટે તોલોલિંગની વાર્તા જ પુરતી છે. તેમાંથી પ્રેરણા લેવી જોઇએ.