કોંગ્રેસ માટે બહુ જ ખરાબ સમાચાર લઈને આવ્યા EXIT POLLના આંકડા, ફરી તરસ્યુ રહી જશે...
દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020) ની કુલ 70 સીટ માટે મતદાન પૂરુ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યે અંદાજે 54.65 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે હવે ધીરે ધીરે તમામ એકિઝટ પોલ (EXIT POLL) ના આંકડા સામે આવી રહ્યાં છે. આ આંકડામાં આપ (AAP) અને બીજેપી (BJP) માટે તો શુભ સમાચાર છે, પરંતુ સૌથી ખરાબ સમાચાર કોંગ્રેસ માટે છે. એવુ લાગે છે કે, દિલ્હીમાં કોંગ્રેસ (Congress) ખાતુ ખોલવા માટે ફરીથી તરસ્યુ રહી જશે. અત્યાર સુધી ત્રણ ચેનલના એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનુ અનુમાન લગાવાયું છે.
ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020) ની કુલ 70 સીટ માટે મતદાન પૂરુ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યે અંદાજે 54.65 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે હવે ધીરે ધીરે તમામ એકિઝટ પોલ (EXIT POLL) ના આંકડા સામે આવી રહ્યાં છે. આ આંકડામાં આપ (AAP) અને બીજેપી (BJP) માટે તો શુભ સમાચાર છે, પરંતુ સૌથી ખરાબ સમાચાર કોંગ્રેસ માટે છે. એવુ લાગે છે કે, દિલ્હીમાં કોંગ્રેસ (Congress) ખાતુ ખોલવા માટે ફરીથી તરસ્યુ રહી જશે. અત્યાર સુધી ત્રણ ચેનલના એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનુ અનુમાન લગાવાયું છે.
દિલ્હી ચૂંટણી બાદ આવી ગયા મહા EXIT POLL ના આંકડા, TIMES NOW, Republic, NEWS X નું કહેવુ છે કે...
TIMES NOW ના એક્ઝિટ પોલ અનુસાર, આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવા જઈ રહ્યું છે. AAPને 44, બીજેપીને 26 સીટ મળવાનો અંદાજ ચેનલના એક્ઝિટ પોલમાં લગાવાયો છે. તોં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનું અનુમાન લગાવાયું છે.
REPUBLIC + જન કી બાતના એક્ઝિટ પોલના આંકડા અનુસાર, આમ આદમી પાર્ટીને ભારે બહુમત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ચેનલના એક્ઝિટ પોલ કહે છે કે, આપને 48-61 સીટ મળશે, જ્યારે કે બીજેપીને 9-21 સીટ મળવાનો અંદાજ છે. તો સાથે જ કોંગ્રેસનું ખાતુ દિલ્હીમાં ખૂલવુ મુશ્કેલ છે. જોકે, આ પરિણામ અંતિમ નથી. દિલ્હી વિધાનસભા માટે આજે થયેલા મતદાનની ગણતરી 11 ફેબ્રુઆરીના રોજ થશે.
SEX TOY દુકાનની બહાર પકડાઈ આ સિંગર, કેમેરાની નજરમાં આવતા થઈ શરમથી પાણી પાણી...
તો NEWS X એક્ઝિટ પોલના આંકડા કહે છે કે, દિલ્હીમાં આપ 50-56ના આંકડા સાથે સૌથી આગળ રહેશે, બીજા નંબર બીજેપીને 10-14 સીટ મળી શકશે. તો NEWS Xનુ પરિણામ પણ કોંગ્રેસ માટે નિરાશાજનક બતાવી રહ્યું છે. NEWS Xના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસનું પણ ખાતુ દિલ્હીમાં નહિ ખૂલે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...