Over Speeding Challan: હાઇવે અને એક્સપ્રેસ વે પર ઓવર સ્પીડિંગ વાહનોને કારણે ઘણા રોડ અકસ્માતો થાય છે. તેને રોકવા માટે સરકાર નવા નિયમો પર વિચાર કરી રહી છે. બેંગ્લોર પોલીસ વિભાગે ઓવરસ્પીડિંગને રોકવા માટે એક નવી યોજના તૈયાર કરી છે. યોજના મુજબ, બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસવે પર હાઈ-સ્પીડ કાર માટે અલગ ફાઈન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ, 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરતા વાહનોના FASTag ખાતામાંથી ચલનની રકમ સીધી જ કપાશે. તેનો હેતુ ઓવરસ્પીડિંગને રોકવા અને માર્ગ સલામતી વધારવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રિપોર્ટ અનુસાર, રોડ સેફ્ટી એન્ડ ટ્રાફિક ઑફર પોલીસના એડિશનલ ડિરેક્ટર જનરલ આલોક કુમારે બેંગલુરુ પોલીસ વતી NHAIને પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ દરખાસ્ત મુજબ, FASTag ખાતાઓમાંથી ઓવર સ્પિડીંગ માટેનો દંડ સીધો વસૂલવામાં આવશે અને સરકારના ખાતામાં સીધો જમા કરવામાં આવશે. આ નવી યોજના હાલમાં રીવ્યુ હેઠળ છે અને તે ટૂંક સમયમાં અમલમાં આવે તેવી શક્યતા છે.


બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વે પર હાઈ-સ્પીડ વાહનોના કારણે થતા અકસ્માતોને કારણે પોલીસે તેને રોકવા માટે 100 કિમી પ્રતિ કલાકની ઝડપની મર્યાદા નક્કી કરી છે. આનાથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા છે અને ડ્રાઇવરોમાં માર્ગ સલામતી અંગેની જાગૃતિ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઇન્ટરસેપ્ટર અને અન્ય સલામતી ઉપકરણોના ઉપયોગ સાથે, ટ્રાફિક પોલીસે ઓવરસ્પીડિંગને દંડ કરવાનું શરૂ કર્યું છે, જે ગુનેગારોને અકસ્માતની શક્યતા સમજાવી શકે છે. જો નવી યોજના મંજૂર કરવામાં આવે છે, તો FASTag એકાઉન્ટમાંથી દંડ કાપીને માર્ગ સલામતી પર વધુ મોટી અસર થશે.


આ પણ વાંચો:
INDIA ગઠબંધનને મોટો ઝટકો આપવાના છે આ દિગ્ગજ નેતા? PM મોદીનું કરશે સન્માન
અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો

વક્રી શુક્ર 3 રાશિના લોકોને કરાવશે આર્થિક લાભ, 4 સપ્ટેમ્બર સુધી મળશે ભાગ્યનો સાથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube