નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યા બાદ દેશમાં ત્રીજી લહેરનું આવવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. રવિવાર સુધી દેશમાં ઓમિક્રોનના 5 કેસ સામે આવી ચુક્યા છે અને વૈજ્ઞાનિકો આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહ કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓમિક્રોનનો પીક હશે. IIT ના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રો. મણીન્દ્ર અગ્રવાલે નવા અભ્યાસમાં આ દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ વૈજ્ઞાનિકોનું તે પણ માનવું છે કે ત્રીજી લહેર, બીજી લહેરની તુલનામાં ઓછી ઘાતક હશે. રવિવારે દિલ્હીમાં પ્રથમ ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે, જે દેશનો અત્યાર સુધીનો પાંચમો કેસ છે. ત્યારબાદ ઘણા લોકોને કોરોનાની ત્રીજી લહેરનો ડર લાગી રહ્યો છે.


ઓછી ઘાતક હશે ત્રીજી લહેર
એક રિપોર્ટ અનુસાર પ્રો. મણીન્દ્ર અગ્રવાલે નવા અધ્યયનમાં દાવો કર્યો છે કે ત્રીજી લહેર, બીજી લહેરની તુલનામાં ઓછી ઘાતક હશે. પ્રો. અગ્રવાલે પોતાના ગણિતીય મોડલના સૂત્રના આધાર પર આ નિષ્કર્ષ કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રો. મણીન્દ્રએ પોતાના ગણિતીય મોડલના આધાર પર જ બીજી લહેર બાદ નવા મ્યૂટેન્ટ આવવાથી ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી. હવે પ્રો. અગ્રવાલે દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા ઓમિક્રોન વેરિએન્ટ પર સ્ટડી શરૂ કરી નવું નિષ્કર્ષ જાહેર કર્યું છે. 


આ પણ વાંચો- કોરોનાના વધતા કેસ અને મૃત્યુ પર કેન્દ્ર કડક, 5 રાજ્યો-UT ને ચેતવ્યા, જણાવી આ ફોર્મ્યુલા


દરરોજ સામે આવશે 1થી 1.5 લાખ દર્રી
આ નિષ્કર્ષ પ્રમાણે અત્યાર સુધી જેટલી પણ કેસ સ્ટડી સામે આવી છે, તેમાં સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યું છે પરંતુ વધુ ઘાતક મળ્યું નથી. પ્રો. અગ્રવાલ પ્રમાણે બીજી લહેર હળવી થયા બાદ એટલે કે સપ્ટેમ્બરમાં ત્રીજી લહેરને લઈને તેમણે જે આકલન કર્યું હતું, તે સાચુ સાબિત થતું દેખાઈ રહ્યું છે. ઘણા દેશોમાં ફેલાયા બાદ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવવા લાગ્યા છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ત્રીજી લહેર પોતાના પીક પર હશે, ત્યારે દરરોજ એકથી દોઢ લાખ કેસ સામે આવી શકે છે. 


બાળકો પર શું થશે અસર
પ્રોફેસર અગ્રવાલ પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરની અસર બાળકો પર ઓછી જોવા મળશે. તેમાં લક્ષણ પણ ઓછા જોવા મળશે અને તે જલદી રિકવર થઈ જશે. સાથે તેમણે જણાવ્યું કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દી જલદી સાજા થશે. તેને સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણ હશે પરંતુ બીજી લહેરની જેમ પરેશાન થશે નહીં. અગ્રવાલે જણાવ્યુ કે, આ વેરિએન્ટ નેચરલ ઇમ્યુનિટીને વધુ બાઇપાસ કરી રહ્યો નથી. નેચરલ ઇમ્યુનિટીનો મતલબ જે લોકો એકવાર સંક્રમિત થઈ ચુક્યા છે, તેણે વધુ ડરવાની જરૂર નથી. તે સંક્રમણથી બચી શકશે નહીં પરંતુ તેને વધુ સમસ્યા થશે નહીં. 


આ પણ વાંચોઃ કઈ રીતે થઈ ઓમિક્રોન વેરિએન્ટની ઉત્પત્તિ....? વૈજ્ઞાનિકોનું રિસર્ચ આવ્યું સામે


નહીં પડે લૉકડાઉનની જરૂર
પ્રો. અગ્રવાલે તે પણ જણાવ્યું કે કોરોના સંક્રમણ રોકવા માટે સંપૂર્ણ લૉકડાઉનની જરૂર પડશે નહીં. બચાવના નિયમોનું કડક પાલન થાય તે જરૂરી છે. જો જરૂર પડે તો હળવુ લૉકડાઉન લાગૂ કરવામાં આવી શકે છે. 


માસ્ક અને વેક્સીન જ બચાવનો ઉપાય
પ્રો. અગ્રવાલ પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરથી બચવાની સૌથી વધુ સારી રીત સાવચેતી રાખવી અને વેક્સીન છે. જે લોકોએ વેક્સીનના ડોઝ લીધા નથી, તે તત્કાલ વેક્સીન લઈ લે. માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube