કોરોનાના વધતા કેસ અને મૃત્યુ પર કેન્દ્ર કડક, 5 રાજ્યો-UT ને ચેતવ્યા, જણાવી આ ફોર્મ્યુલા
ભૂષણે કહ્યુ- આ પાંચ રાજ્યમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સીનેશનને લઈને આગણની રણનીતિ બનાવવાની જરૂર છે. સાથે કોરોનાના પ્રસાર અને તેની સાથે જોડાયેલા મૃત્યુને રોકવા માટે કોવિડના યોગ્ય નિયમનું પાલન કરવામાં આવે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોને પત્ર લખીને કોરોના વાયરસના વધતા કેસ અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પર લગામ લગાવવા માટે જરૂરી પગલાં ભરવાનું કહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ શનિવારે આ મામલામાં કર્ણાટક, કેરલ, તમિલનાડુ, ઓડિશા અને મિઝોરમની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને પણ એલર્ટ કર્યું છે.
ભૂષણે કહ્યુ- આ પાંચ રાજ્યમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સીનેશનને લઈને આગણની રણનીતિ બનાવવાની જરૂર છે. સાથે કોરોનાના પ્રસાર અને તેની સાથે જોડાયેલા મૃત્યુને રોકવા માટે કોવિડના યોગ્ય નિયમનું પાલન કરવામાં આવે. ભૂષણે કહ્યુ છે કે કોરોના સાથે જોડાયેલા મોત અને તેના નવા કેસ રોકવા માટે હાલના ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સીનેટ-કોવિડ એપ્રોપિએટ બિહેવિયર સ્ટ્રેટેજી હેઠળ યોગ્ય પગલાં ભરવાની જરૂર છે.
ભૂષણે આ પાંચ રાજ્યોને તે પત્ર પર પણ ધ્યાન આપવાનું કહ્યું છે જે તેમણે ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે 27 નવેમ્બરે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખ્યો હતો. તેમણે તે સમયે તમામ રાજ્યોને આંતરરાષ્ટ્રીય યાત્રીકોની તપાસ અને સર્વેલાન્સમાં ઝડપ લાવવા, ઉભરતા હોટસ્પોટ પર નજર રાખવા અને સંક્રમિતોના સંપર્કમાં આવેલ લોકોને તત્કાલ ટ્રેક કરવા જેવા કેટલાક સૂચનો કર્યા હતા.
કેરલ
રાજેશ ભૂષણે જણાવ્યુ કે કેરલમાં 3 ડિસેમ્બરે 3 કલાક સુધી એક મહિનાની અંદર 1 લાખ 71 હજાર 521 કેસ સામે આવ્યા. છેલ્લા એક મહિનામાં દેશભરમાં આવેલા કોરોનાના નવા કેસોમાંથી 55.8 ટકા કેરલથી છે. તેમણે જણાવ્યું કે, કેરલમાં 26 નવેમ્બર સુધીના સપ્તાહની તુલનામાં 3 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન મૃત્યુ વધ્યા છે. પ્રથમ સપ્તાહમાં 1890 મોત થયા તો બીજા સપ્તાહમાં 2118.
તમિલનાડુ
તમિલનાડુમાં 3 ડિસેમ્બર સુધી એક સપ્તાહમાં 23 હજાર 764 નવા કેસ સામે આવ્યા છે. વેલ્લોર અને ચેન્નઈમાં પાછલા સપ્તાહે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે.
મિઝોરમ
4 ડિસેમ્બર સુધીના આંકડાને જોવામાં આવે તો એક મહિનાની અંદર રાજ્યમાં કોરોનાના 12 હજાર 562 નવા કેસ આવ્યા. એક મહિનામાં ભારતની અંદર આવેલા કુલ કોરોના કેસોમાંથી 4.1 ટકા મિઝોરમમાંથી હતી. આઇઝોલ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે.
કર્ણાટક
ભૂષણે કર્ણાટકના પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરીને લખેલા પત્રમાં રાજ્યમાં કોરોનાના વધતા કેસનો ઉલ્લેખ કર્યો છે. 16 નવેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં જ્યાં આ આંકડો 1 હજાર 664 હતો, તો 3 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં આ આંકડો 2272 થઈ ગયો છે. તો આ દરમિયાન મોત પણ 22થી વધીને 29 થયા છે.
ઓડિશા
રાજ્યમાં એક મહિનાની અંદર 7 હજાર 445 નવા કેસ સામે આવ્યા અને દેશમાં નોંધાયેલા કેસમાં 2.5 ટકા ઓડિશાથી હતા. અહીં સાપ્તાહિક કેસો પણ વધ્યા છે.
જમ્મુ અને કાશ્મીર
ભૂષણ પ્રમાણે 3 ડિસેમ્બરે સમાપ્ત થયેલા મહિનામાં કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કુલ 4 હજાર 806 નવા કોરોના કેસ સામે આવ્યા છે. કઠુઆ, જમ્મૂ, દંગેરબાલ અને બારામૂલા જેવા કેટલાક એવા જિલ્લા છે, જ્યાં પાછલા સપ્તાહની તુલનામાં નવા કેસ વધ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે