Corona ની બીજી લહેર પુરી થઇ નથી અને ત્રીજી લહેરની તૈયારી, October સુધી દેશમાં એન્ટ્રી કરી શકે છે Third Wave
ઓક્ટોબર સુધી ભારતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર (Third Wave) આવવાની આશંકા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસની ત્રીજી લહેર (Coronavirus Third Wave) જલ્દી એન્ટ્રી કરી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આગામી થોડા મહિનામાં દેશને ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે. હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેણે જોરદાર તબાહી મચાવી છે. પહેલાંની તુલનામાં બીજી લહેર દેશ માટે વધુ ઘાતક સાબિત થઇ છે. તો બીજી તરફ કેંદ્ર અને રાજ્ય સરકારોએ પણ થર્ડ વેવ જલદી આવવાની આશંકા વચ્ચે તૈયારીઓ તેજ કરી દીધી છે.
અત્યારે યથાવત રહેશે Corona નો ખતરો
મેડિકલ એક્સપર્ટના 'રોયટર્સ પોલે' ચેતાવણી આપતાં કહ્યું કે ઓક્ટોબર સુધી ભારતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર (Third Wave) આવવાની આશંકા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જોકે થર્ડ વેવને ગત લહેરની તુલનામાં ખૂબ વધુ કંટ્રોલમાં કરી શકાશે, પરંતુ મહામારી ઓછામાં ઓછા અને વર્ષ માટે પબ્લિક હેલ્થ પર ખતરો બની રહેશે. એટલે કે કોરોનાનો ખતરો હજુ સુધી વધુ સમય સુધી યથાવત રહેશે.
Corona સામે જીંદગીની રેસ હારી ગયા 'ફ્લાઇંગ શિખ' મિલ્ખા સિંહ, મોડી રાત્રે થયું નિધન
Vaccination થી ઓછો થશે પ્રભાવ
દુનિયાભરના 40 સ્વાસ્થ્ય વિશેષજ્ઞો ડોક્ટરો, વૈજ્ઞાનિકો, વાયરોલોજિસ્ટ, મહામારી, વિજ્ઞાનીઓ અને પ્રોફેસરો દ્વારા 3 થી 17 જૂન વચ્ચે કરવામાં આવેલા સ્નૈપ સર્વેથી ખબર પડે છે કે નવી લહેરના પ્રકોપને ઓછો કરવામાં વેક્સીન અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રોયટર્સના અનુસાર થર્ડ વેવને લઇને પ્રીડિક્શન કરનારામાંથી 85%થી વધુ રિસ્પોન્ડેંટ્સએ કહ્યું કે આગામી લહેર ઓક્ટોબર સુધી આવી જશે. જ્યારે ત્રણ જણે ઓગસ્ટની શરૂઆત અને સપ્ટેમ્બરમાં અને બાકીનાઓએ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આવવાની ભવિષ્યવાણી કરી.
મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યમાં હવે 21 જૂનથી શરૂ થશે વોક-ઇન વેક્સીનેશન
આ વખતે નહી સર્જાય અછત?
રોયયર્સ પોલમાં સામેલ 70 ટકાથી વધુ એક્સપર્ટએ કહ્યું કે કોઇપણ નવી લહેરને હાલની તુલનામાં સારી રીતે કાબૂમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે બીજી લહેરમાં રસી, ઓક્સિજન, દવાઓ, હોસ્પિટલો, પથારીઓ અછતના લીધે આ વધુ વિનાશક બની ગઇ. પરંતુ થર્ડ વેવમાં સ્થિતિ આટલી ખરાબ રહેશે નહી. દેશ તેને નિયંત્રણ કરવામાં સક્ષમ રહેશે.
'વિવાહ' ફિલ્મથી કમ નથી આ યુવતીનો કિસ્સો, આવી છે હર્ષાલીની જિંદાદિલીની કહાની
AIIMS ને કેસ ઓછા રહેવાની આશા
પૂછવામાં આવ્યું હતું કે શું બાળકો અને 18 વર્ષથી નાની ઉંમરના લોકોને સંભવિત ત્રીજી લહેરમાં સૌથી વધુ ખતરો રહેશે? લગભગ બે-તૃતિયાંશ એક્સપર્ટએ તેનો 'હાં'માં જવાબ આપ્યો. એટલે કે થર્ડ વેવ બાળકો માટે વધુ ખતરનાક રહેવાની છે. તો બીજી તરફ AIIMS ના ડાયરેક્ટૅર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ત્રીજી લહેરને વધુ કાબુમાં કરી શકાશે, કારણ કે કેસ ખૂબ ઓછા હશે. તેનું કારણ ઝડપથી કરવામાં આવી રહેલું વેક્સીનેશન પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે દેશમાં 26 કરોડથી વધુ રસી લગાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube