Corona સામે જીંદગીની રેસ હારી ગયા 'ફ્લાઇંગ શિખ' મિલ્ખા સિંહ, મોડી રાત્રે થયું નિધન

ગુરુવાર રાત્રે અચાનક તાવ આવ્યો હતો અને તેમનું ઓક્સિજનનું સ્તર પણ નીચે આવી ગયું હતું.

Updated By: Jun 19, 2021, 07:01 AM IST
Corona સામે જીંદગીની રેસ હારી ગયા 'ફ્લાઇંગ શિખ' મિલ્ખા સિંહ, મોડી રાત્રે થયું નિધન

ચંદીગઢ: 'ફ્લાઇંગ શિખ' ના નામથી જાણિતા પ્રસિદ્ધ વેટરન એથલીટ મિલ્ખા સિંહ (Milkha Singh) અંતે કોરોના વાયરસ (Coronavirus) સામે જીંદગીની રેસ હારી ગયા છે. તેમણે શુક્રવારે મોડી રાત્રે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પત્નીનું પણ 5 દિવસ પહેલાં જ કોરોનાના લીધે મોત થયું હતું. જેથી તે આધાતમાં હતા. તેમના નિધન પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

'ફ્લાઇંગ શિખ' (91) (Milkha Singh) ને કોરોના થયો હતો. તે પહેલાં મોહાલીની નજીક હોસ્પિટલમાં થોડા દિવસ એડમિટ રહ્યા. તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી તબિયત બગડતાં તેમને ફરીથી પીજીઆઇ ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની પીજીઆઇમાં સારવાર ચાલી રહી હતી. તેમનો 2 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમની તબિયતમાં સુધારો પણ હતો. 

હોસ્પિટલે આપી સ્વાસ્થ્યની જાણકારી 
આ દરમિયાન શુક્રવારે સવારે તેમની તબિયત બગડવાનું શરૂ થયું હતું. તેમનું ઓક્સિજન લેવલ ઘટીને લગભગ 56 આવી ગયું હતું. ત્યારબાદથી તેમને આઇસીયુમાં રાખીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે 11:30 વાગે તેમને ચંદીગઢ પીજીઆઇમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ નરેંદ્ર મોદીએ મિલ્ખા સિંહના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

પત્નીનું થયું નિધન
તેમના પરિવારના નિવેદન અનુસાર, 'મિલ્ખા સિંહ (Milkha Singh) માટે દિવસો થોડા મુશ્કેલ હતા. પરંતુ તેઓ તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે.' તેઓ ગયા મહિને કોવિડ-19 સંક્રમણ થયા હતા. કોવિડ-19 સંક્રમણ સામે લડતા તેમની પત્ની નિર્મલ કૌરનું રવિવારે મોહાલીની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube