નવી દિલ્હી : લદ્દાખ ઘટના પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક કર્યા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત યોજી હતી. આ અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિદેશ મંત્રી એસ. જયશંકર, આ્મી ચીફ એમ.એમ નરવણે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે આજે બેઠક યોજી હતી. સંરક્ષણ મંત્રીની સીડીએસ અને આર્મી ચીફની સાથે આજે સમગ્ર દિવસમાં આ બીજી બેઠક હતી.  સરેરાશ એક કલાક સુધી યોજાયેલી બેઠખમાં સંરક્ષણ મંત્રીએ ઘર્ષણ બાદ સીમા પરની સ્થિતી અંગે માહિતી લીધી અને આ અંગે ચર્ચા કરી. સંરક્ષણ મંત્રીએ સીમા પર હાલની સ્થિતી અંગે વડાપ્રધાન મોદીને પણ માહિતગાર કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: ચીન સાથે તણાવ વચ્ચે રાજનાથ સિંહના ઘરે બેઠક પુર્ણ, વિદેશ મંત્રી, આર્મી ચીફ અને CDS હાજર

ભારત-ચીનની વચ્ચે ઘર્ષણનાં સમાચારો સામે આવ્યા બાદ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, રક્ષા મંત્રી રાજનાથસિંહને મળવા માટે પહોંચ્યા. આ મુલાકાત રાજનાથ સિંહના ઘરે આયોજીત કરવામાં આવી હતી. આર્મી ચીફે પઠાણકોટની મુલાકાત પણ રદ્દ કરી હતી. અહીં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ પહોંચ્યા હતા. 


ઘર્ષણ બાદ ચીન વિક્ટિમકાર્ડ રમવાનાં પ્રયાસો કરી રહ્યું છે, લગાવ્યો મોટો આરોપ

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લદ્દાખમાં ગલવાન ખીણમાં ભારત-ચીન સૈનિકની વચ્ચે સોમવારે રાત્રે હિંસક ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં ભારતીય સેનાનાં એક અધિકારી પણ શહીદ થયા હતા અને બે જવાન શહિદ થયા હતા. આ ઘટના બાદ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube