Fact Check: વાંદરા અને કુતરાઓ વચ્ચે `ગેંગવોર`? સામે આવ્યું સત્ય, તમે પણ જાણો
આ અજબગજબ ઘટના બીડ જિલ્લાના માજલ ગામમાં સામે આવી છે. આ વિસ્તારમાં વાંદરાઓનું ટોળુ ગલુડિયાઓને જોતું, તેને પકડી લેતું અને ખુબ ઉંચી જગ્યાએ લઈ જઈને તેને નીચે ફેંકી દેતું હતું.
બીડઃ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વાંદરા અને કુતરા વચ્ચે કથિત 'ગેંગવોર'ની ઘટનાએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. સોશિયલ મીડિયા પર રવિવારે #MonkeyvsDog ટ્રેન્ડ પણ શરૂ થયો હતો.
આ ચોંકાવનારી ઘટનામાં જાનવરોનો બદલો સામે આવ્યો. કેટલાક કુતરા દ્વારા કથિત રીતે એક વાંદરાના બચ્ચાને માર્યા બાદ વાંદરાઓએ ગલુડિયાઓને મારી નાખ્યા હતા. કહેવામાં આવ્યું કે, પાછલા મહિને વાંદરાઓએ લગભગ 250 જેટલા ગલુડિયાઓને ઉંચાઈથી નીચે ફેંકીને મારી નાખ્યા છે.
આ અજબગજબ ઘટના બીડ જિલ્લાના માજલ ગામમાં સામે આવી છે. આ વિસ્તારમાં વાંદરાઓનું ટોળુ ગલુડિયાઓને જોતું, તેને પકડી લેતું અને ખુબ ઉંચી જગ્યાએ લઈ જઈને તેને નીચે ફેંકી દેતું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે જામલ ગામથી લગભગ 10 કિલોમીટર દૂર લાવૂલ નામના ગામમાં હવે એક પણ ગલુડિયા વચ્યા નથી. આ ઘટના બાદ લોકો ડરમાં હતા. આ ગામના લોકોએ આસપાસના વાંદરાઓ પકડવા માટે વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચોઃ દિલ્હીમાં ફરી થઈ રહ્યો છે કોરોના વિસ્ફોટ!, છ મહિના બાદ સામે આવ્યા સૌથી વધુ કેસ
શું છે સત્ય?
આ વિશે બીડ વન વિભાગના અધિકારી દિનેશ મોરેનું નિવેદન સામે આવ્યું છે. દિનેશ મોરેએ કહ્યુ- અમારી પાસે માજલ ગામથી એક ફરિયાદ આવી હતી કે કેટલાક વાંદરા તેને પરેશાન કરી રહ્યા છે. વાંદરા કુતરાના બચ્ચાને ઉઠાવી રહ્યા છે અને તેને ઉપરથી નીચે ફેંકી રહ્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube