દિલ્હીમાં ફરી થઈ રહ્યો છે કોરોના વિસ્ફોટ!, છ મહિના બાદ સામે આવ્યા સૌથી વધુ કેસ


ભારતમાં ફરી કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના 150 જેટલા કેસ સામે આવી ચુક્યા છે. 

દિલ્હીમાં ફરી થઈ રહ્યો છે કોરોના વિસ્ફોટ!, છ મહિના બાદ સામે આવ્યા સૌથી વધુ કેસ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ફરી કોરોનાના કેસ વધવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના નવા કેસ 100ને પાર પહોંચી ગયા છે. આશરે છ મહિના બાદ પ્રથમવાર છે, જ્યારે એક દિવસમાં કેસોની સંખ્યા 100ને પાર પહોંચી છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 107 નવા કેસ સામે આવ્યા છે. 

સંક્રમણથી એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. કોરોના વાયરસના કેસમાં વધારા સાથે રાજ્યમાં પોઝિટિવિટી રેટ 0.17 ટકા થઈ ગયો છે. રાજ્યમાં 27 જૂન બાદ પ્રથમવાર છે, જ્યારે એક દિવસમાં 100થી વધુ કેસ સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે દિલ્હી સરકારે ત્રણ ખાનગી હોસ્પિટલોને જોખમવાળા દેશોથી આવતા દર્દીઓ માટે આઇસોલેશન સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે. 

અધિકારીઓએ એક ડિસેમ્બરે મૈક્સ સ્માર્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટસ, સાકેતને કોવિડ પોઝિટિવ આંતરરાષ્ટ્રીય યાત્રીકો માટે અલગ એકમ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 22 થઈ ગઈ છે.

દિલ્હીમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 86 નવા કેસ સામે આવ્યા હતા, જે પાંચ મહિનામાં એક દિવસમાં સર્વાધિક સંખ્યા રહી હતી. આ સાથે સંક્રમણ દર 0.13 ટકા રહ્યો હતો. દિલ્હીમાં કોરોનાના વધતા કેડને જોઈને ફરી ડર લાગી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news