આંખો દાન કરી છે... બે પુત્રો અને પતિને ગુમાવ્યા, આવી છે દ્રૌપદી મુર્મૂની કહાની
BJP`s President Election Candidate: રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને દેશભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. પરંતુ આદિવાસી મહિલા નેતા મુર્મૂનું રાજકીય જીવન સરળ રહ્યું નથી. તેમનું અંગત જીવન પણ અનેકવાર ચર્ચામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને દેશભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. રાજ્યોના મુખ્યમંત્રીઓ સિવાય અન્ય હસ્તિઓ પણ તેમને આગોતરા શુભેચ્છાઓ આપી રહ્યાં છે. જો તે ચૂંટાશે તો આદિવાસી સમાજ સાથે સંબંધ ધવારનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હશે. ઝારખંડ રાજ્ય બન્યા બાદ મુર્મૂ પ્રથમ એવા રાજ્યપાલ રહ્યાં જેણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. પરંતુ મુર્મૂનું રાજકીય જીવન ખુબ ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું છે. તેમનું અંગત જીવન પણ ઘણીવાર ચર્ચામાં આવ્યું છે.
હકીકતમાં ઓડિશા સ્થિત ભુવનેશ્વરના રમા દેવી મહિલા કોલેજથી સ્નાતક કરના મુર્મૂએ પોતાના કરિયરની શરૂઆત પાર્ષદથી કરી હતી. ઓડિશાના રાયરંગપુર જિલ્લાની નગર પંચાયતમાં તે પ્રથમ પાર્ષદ ચૂંટાયા હતા. ત્યારબાદ મયૂરભંજ વિધાનસભા સીટથી બે વખત (2000, 2009) ધારાસભ્ય બન્યા હતા. આ સિવાય ઓડિશામાં ભાજપ અને બીજેડી ગઠબંધનની સરકારમાં મુર્મૂ મંત્રી રહી ચુક્યા છે.
દ્રૌપદી મુર્મૂના રાજકીય જીવનમાં એક મોટો પડાવ તે સમયે આવ્યો જ્યારે વર્ષ 2015માં તેમને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. પરંતુ મૂર્મુનું અંગત જીવન ખુબ ઉતાર-ચઢાવ ભર્યુ રહ્યું છે. દ્રૌપદી મુર્મૂ સંથાલી આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેમના લગ્ન સ્યામ ચરણ મુર્મૂ સાથે થયા હતા. શ્યામ ચરણ મુર્મૂ અને દ્રૌપદી મુર્મૂને ત્રણ સંતાનો થયા હતા. તેમાંથી બે પુત્રો અને એક પુત્રી થઈ પરંતુ મુર્મૂના પતિ અને બંને પુત્રોના મૃત્યુ થઈ ચુક્યા છે. હાલ મુર્મૂ પરિવારમાં એક પુત્રી છે.
આ પણ વાંચોઃ શું સરકારની સાથે ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેના પણ છીનવી લેશે એકનાથ શિંદે? આ છે નિયમ
મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2009માં મુર્મૂના બીજા પુત્રના રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા હતા જ્યારે તેમના 25 વર્ષીય પુત્ર લક્ષ્મણ મુર્મૂ પોતાના બેડ પર બેભાન હાલતમાં મળ્યા હતા, ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. બાદમાં રાજધાની ભુવનેશ્વરની એક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
એક અન્ય મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016માં મુર્મૂએ રાંચીની કશ્યપ મેડિકલ કોલેજ દ્વારા આયોજીત કરવામાં આવેલા રન ઓફ વિઝન પ્રોગ્રામમાં પોતાની આંખ દાન કરવાની જાહેરાત કરી હતી. સામાજિક કાર્યક્રમથી જીવનભર જોડાયેલા રહેલાં મુર્મૂનું વર્ષ 2007માં ઓડિશા વિધાનસભા દ્વારા નીલકંઠ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. હાલ તે દેશભરમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનતા ચર્ચામાં છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube