કોરોના પોઝિટિવ નિકળ્યો મંદિરમાં નમાઝ પઢનાર આરોપી, કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટીમાં મોકલ્યો
મંદિરમાં નમાઝ પઢનાર આરોપી ફૈઝલ ખાનની સીએએ વિરોધ પ્રદર્શનો સાથે પણ લિંક છે. જાણવા મળી રહ્યું છએ કે ફૈઝલ ખાન સીએએ કાયદા વિરોધી પ્રદર્શનનો ભાગ હતો.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મથુરા જિલ્લામાં સ્થિત નંદગાંવ (Nandgaon)ના નંદબાબા મંદિર (Nandbaba Nand Mahal Temple)મા નમાઝ (Namaz) પઢવાના મામલામાં દિલ્હી નિવાસી આરોપી ફૈઝલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. સાથે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મહત્વનું છે કે મંદિરમાં નમાઝ પઢનાર આરોપી ફૈઝલ ખાનની સીએએ વિરોધ પ્રદર્શનો સાથે પણ લિંક છે. જાણવા મળી રહ્યું છએ કે ફૈઝલ ખાન સીએએ કાયદા વિરોધી પ્રદર્શનનો ભાગ હતો. સોશિયલ મીડિયા પર ફૈઝલના સીએએ હિંસામાં સામેલ થવાના ફોટો વાયરલ થઈ રહ્યા છે. મુસ્લિમ યુવકોની આ હરકતની પાછળ કથિત વિદેશી મુસ્લિમ સંગઠનોનું સામેલ હોવા અને તેમાં વિદેશી ફન્ડિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હનુમાન મંદિરમાં યુવકીઓ કર્યા હનુમાન ચાલીસાના પાઠ
નંદબાબા મંદિર બાદ બરસાના વિસ્તારના નંદગાંવમાં મંદિરની અંદર નમાઝ પઢવાના મામલા બાદ મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાનો મામલો સામે આવ્યો છે. ગોવર્ધન વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની ઈદગાહમાં યુવકોએ હનુમાન ચાલીસા વાંચી હતી. આ માહિતી મળતા ગોવર્ધન પોલીસે ચાર હિન્દુ યુવકોને કસ્ટડીમાં લઈ લીધા છે.
મથુરાઃ હવે ઇદગાહ મસ્જિદમાં ચાર હિન્દુ યુવકોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ, પોલીસે કસ્ટડીમાં લીધા
ગોવર્ધન પોલીસે કરી ધરપકડ
પોલીસે હનુમાન ચાલીસા પઢનાર હિન્દુવાદી ચાર યુવક સૌરભ લંબરદાર, રાઘવ મિત્તલ, રોકી અને કાન્હાને પોલીસે કસ્ટડીમાં લીધા છે. આ યુવક ગોવર્ધનમાં રહે છે. આ ચારેય હિન્દુ યુવકોએ ગોવર્ધનના બરસાના માર્ગ સ્થિત મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. પોલીસ આ મામલે યુવકોની પૂછપરછ કરી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube