અયોધ્યા: લોકસભા ચૂંટણી પહેલા જ રામ મંદિર નિર્માણ મુદ્દો ઉઠાવ્યા બાદ દેશના રાજકારણમાં ફરી ગરમાવો પેદા થયો છે. રામ મંદિરના નિર્માણના સમાચાર વચ્ચે પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દિવાળી ઉજવવા માટે અયોધ્યા પહોંચ્યા છે. આ વચ્ચે ફૈઝાબાદમાં સાંસદ લલ્લૂ સિંહે દાવો કર્યો છે કે અયોધ્યાની વિવાદિત જગ્યા પર રામ મંદિરનું નિર્માણ ટૂંક સમયમાં કરવાવામાં આવશે. સરયૂ ઘાટ પર દિવાળી કાર્યક્રમ પહેલા મીડિયા સાથે વાતચીત કરતા લલ્લૂ સિંહએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 ડિસેમ્બરથી અનશન પર સત્યમિત્રાનંદ
હરિસોમવારે સિદ્ધ સંત અને ભારત માતા મંદિરના પરમાધ્યક્ષ સ્વામી સત્યમિત્રાનંદ ગિરિએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે તેઓ 6 સપ્ટેમ્બરથી હરકી પૌડી પર અનશન શરૂ કરશે. દેશના બધા સંતોથી આ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરતા સ્વામી સત્યમિત્રાનંદે કહ્યું કે જો આવતા વર્ષ 1 જાન્યૂઆરી સુધી મંદિરનું નિર્માણની દિશામાં કોઇ પહેલ થશે નહીં તો તેઓ તેમનો દેહ ત્યાંગ કરશે.


કેન્દ્ર સરકારને આપી ધમકી
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ સરકારની ચિંતા કર્યા વગર રામ મંદિરના નિર્માણનો રસ્તો સફા કરવા માટે આગ્રહ કર્યો અને કહ્યું કે તેઓ તેમની સરકારની સંભાળ કરવાની જોઇએ નહીં કેમકે રામ છે તો રાજ છે અને સરકાર છે. ભારત માતા મંદિરના પરમાધ્યક્ષે કહ્યું કે, આ એતિહાસિક કામ (રામ મંદિર નિર્માણ) નરેન્દ્ર મોદીએ તેમના રહેતા કરવું જોઇએ. સરકારને કોઇપણ નફા નુકશાન વિશે વિચારવું જોઇએ નહીં. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંત હવે રાહ જોશે નહીં અને સરકારે આ મામલે હવે ખૂબ મોડું ન કરવું જોઈએ.


સરયૂ ઘાટ પર ભવ્ય દિવાળી કાર્યક્રમનું આયોજન
સરયૂ નદીના બંને તટ પર 3.35 લાખ દીવા સળગાવી સમગ્ર અયોધ્યાને ઝગમગતું કરવામાં આવશે. આ આયોજનમાં ભાગ લેવા દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જુંગ-સૂક મુખ્ય અતિથિ હશે. તેમના સ્વાગત માટે શહેરને શણગારવામાં આવશે અને રસ્તા તેમજ અતિહાસીક ઇમારતોને લાઇટોથી શણગારવામાં આવી છે. સરયૂ નદીના ઘાટ પર ભગવાન રામ અને ભગવાન હનુમાનની મૂર્તિ લગાવવામાં આવી છે જ્યારે મુખ્ય કાર્યક્રમના આયોજન સ્થળ  પાસે ભવ્ય તોરણ દ્વાર બનાવવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અયોધ્યામાં હિન્દુઓના આરાધ્ય ભગવાન રામનું જન્મસ્થળ માવવામાં આવી રહ્યું છે.


કોલેજની છાત્રાઓ પણ લેશે ભાગ
અયોધ્યાના મુખ્ય રસ્તાઓ લાઇટોથી ઝગમગતા કરવામાં આવ્યા છે. કાર્યક્રમ માટે ઘણી ઇમારતોને લાઇટોથી સજાવવામાં આવી છે. કાર્યક્રમ આયોજિત કરી રહેલી ટીમના એક સભ્યએ કહ્યું કે નદીના બંને કિનારા પર કાલે લગભગ 3.35 લાખ દીવા સળગાવવાની યોજના છે. અવધ વિશ્વવિધ્યાલયના વિભિન્ન કોલેજોના છાત્રા અને અન્ય લોકો આ દીવાને સળગાવવા આવશે. તેમણે કહ્યું કે વિશ્વવિધ્યાલયના ઘણા છાત્રો નદીના કિનારા પર રામાયણ થીમ રંગારંગ રંગોળી પણ તૈયાર કરી રહ્યાં છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...