નવી દિલ્હી: શું તમે પણ વીજળીના બિલની માફીને લઈને કોઈ ખબર સાંભળ્યા છે કે વાંચ્યા છે? તમને લાગે છે કે તમારું વીજળીનું બિલ 1 સપ્ટેમ્બરથી માફ થવાનું છે? તો થોભો...કારણ કે આ સમાચાર સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે. જો તમે આવા કોઈ સમાચાર જાણ્યા હોય કે વીડિયો જોયો હોય તો તેના પર જરાય વિશ્વાસ ન કરતા. આવો તમને આ ખબરની સચ્ચાઈ જણાવીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold: સોનામાં આ રીતે રોકાણ કરશો તો ચોક્કસ થશે ધનના ઢગલા, જો જો...સોનેરી તક ન છોડતા!


ફેક છે આ ન્યૂઝ
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કહેવાય છે કે સરકાર વીજળીનું બિલ માફી યોજના 2020 લાવી રહી છે. આ યોજના હેઠળ તમામ લોકોના ઘરના વીજળીના બિલ સંપૂર્ણપણે માફ થઈ જશે. 


'મોદી લહેરના સહારે હવે કોઈની નૈયા પાર થશે નહીં', ભાજપના નેતાનું નિવેદન 


PIBએ Fact Checkમાં જણાવ્યું
આ ફેક ન્યૂઝ અંગે PIBએ ફેક્ટ ચેક કરીને જણાવ્યું છે કે આ દાવો ફેક છે. સરકાર તરફથી આવી કોઈ પણ પ્રકારની યોજનાની જાહેરાત કરવામાં આવી નથી. 


શરીરમાં 'પરમાત્માનો અંશ' ગણાતા આત્માનું પણ ચોક્કસ વજન હોય છે....જાણીને ચક્કર ખાઈ જશો


ફેક ન્યૂઝ અંગે તમે પણ કરી શકો છો ફેક્ટ ચેક
જો તમને આવા કોઈ પણ ન્યૂઝ કે મેસેજ મળે તો પછી તમે પીઆઈબી પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વોટ્સએપ નંબર +918799711259 કે પછી ઈમેઈલ pibfactcheck@gmail.com પર તેને મોકલી શકો છો. આ જાણકારી પીઆઈબીની વેબસાઈટ https://pib.gov.in પર ઉપબલ્ધ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube