મધ્ય પ્રદેશમાં ઈન્દોરની એક ફેમિલી કોર્ટે એવો ચુકાદો આપ્યો કે જેણે સાંભળ્યું તે  દંગ રહી ગયા. સામાન્ય રીતે એવું કોર્ટમાં જોવા મળતું હોય છે કે પત્નીને ભરણપોષણ માટે પતિએ પૈસા આપવા પડશે એટલે કે પતિએ જવાબદારી ઉઠાવવી પડશે. આ માટે દર મહિને પૈસા ચૂકવવા પડશે. પરંતુ આ કેસમાં તો ઉલ્ટુ જોવા મળ્યું છે. કોર્ટે પત્નીને એવો આદેશ  આપ્યો છે કે તેણે તેના પતિને દર મહિને પાંચ હજાર ચૂકવવા પડશે. જેનાથી પતિનું ભરણ પોષણ થઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે ઉજ્જૈનના 23 વર્ષના અમનના પક્ષમાં આ ચુકાદો આપ્યો છે. જેણે ગત વર્ષ ડિસેમ્બરમાં  પત્ની નંદિની (22 વર્ષ) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો  અને હવે 2 મહિના બાદ કોર્ટે અમનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. 


2021માં થયા હતા લગ્ન
અમનના વકીલ મનીષ ઝરૌલાના જણાવ્યાં મુજબ વર્ષ 2020માં તેમના અસીલ અમનના એક કોમન ફ્રેન્ડ દ્વારા નંદિની સાથે મુલાકાત થઈ હતી. બંનેની વાતચીત આગળ વધી અને નંદિનીએ અમનને પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ જુલાઈ 2021માં અમન અને નંદિનીના આર્ય સમાજ મંદિરમાં લગ્ન થયા હતા. ત્યારબાદ બંને ઈંદોરમાં જ ભાડાના ઘરમાં રહેવા લાગ્યા હતા. 


કોર્ટે કયા કાયદા હેઠળ આપ્યો ચુકાદો?
અમનના વકીલ મનીષ ઝરૌલાએ જણાવ્યું કે ફેમિલી કોર્ટે હિન્દુ વિવાહ અધિનિયમની કલમ 24 હેઠળ આ ચુકાદો આપ્યો છે. 


શું કહે છે આ કલમ
કલમ 24 હેઠળ કોર્ટે એ જોવાનું રહેશે કે શું અરજીકર્તા (પતિ કે પત્ની) પાસે પોતાના સમર્થન અને કાર્યવાહીના જરૂરી  ખર્ચા માટે પૂરતી સ્વતંત્ર આવક છે કે નહીં અને પછી કાર્યવાહી અને આ પ્રકારના ખર્ચાનો નિર્ણય કરવાનો રહેશે. અરજીકર્તા પોતાની આવક અને પ્રતિવાદીની આવકને ધ્યાનમાં રાખતા કોર્ટ દર મહિના માટે યોગ્ય રકમ નક્કી કરશે. 


આ કલમની સરખામણી અધિનિયમની કલમ 25 સાથે થઈ શકે છે. જે સ્થાયી ભરણપોષણ ભથ્થુ સંબધિત છે. કલમ 25 હેઠળ કોર્ટ પ્રતિવાદીને આદેશ આપી શકે છે કે તે પ્રતિવાદીની પોતાની આવક અને અન્ય સંપત્તિને ધ્યાનમાં રાખતા અરજીકર્તાને જીવનભર તેના ભરણ પોષણ તથા સમર્થન માટે માસિક/કોઈ નિર્ધાતિ સમય પ્રમાણે/ એક સાથે રકમની ચૂકવણી કરે. 


નંદિનીએ પોતાની દલીલમાં શું કહ્યું?
અમનની પત્ની નંદિનીએ પતિને દર મહિને ભથ્થું આપવામાં અસમર્થતા વ્યક્ત કરી અને દાવો કર્યો કે તે બેરોજગાર છે. નંદિનીની વાત  ફગાવતા અમને કોર્ટને જણાવ્યું કે જ્યારે તે નંદિનીને છોડીને તેના માતા પિતા પાસે ગયો તો તેણે મારા માટે ગૂમ થયાનો રિપોર્ટ દાખલ કર્યો હતો અને તે સમયે તેણે પોલીસને જણાવ્યું હતું કે તે બ્યૂટી પાર્લર ચલાવે છે. 


નંદિનીએ કોર્ટમાં દાવો કર્યો કે તે કોઈ કામ કરતી નથી જ્યારે અમન કમાય છે. પરંતુ તે તેના કોઈ પૂરાવા રજૂ કરી શકી નહીં. આથી કોર્ટે અમનના પક્ષમાં ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે હવે અમને નંદિની સાથે રહેવું નહીં પડે અને તેની પત્ની તરફથી તેને દર મહિને 5 હજાર રૂપિયા મળશે. 


કેમ કોર્ટમાં ગયો?
અમને કોર્ટમાં જણાવ્યું કે નંદિની સાથે લગ્ન કર્યા બાદથી તે અમનને પરેશાન કરવા લાગી હતી. ઘણું સમજાવવા છતાં પણ નંદિનીમાં ફેરફાર આવ્યો નહીં. આથી પરિસ્થિતિઓથી કંટાળીને તે લગ્નના બે મહિના બાદ જ સપ્ટેમ્બર 2021માં નંદિનીને છોડીને માતા પિતા પાસે જતો રહ્યો. ત્યારબાદ ડિસેમ્બર 2023માં અમને પત્ની નંદિની વિરુદ્ધ કોર્ટના દ્વાર ખખડાવ્યા. 


પત્ની પર લગાવ્યા હતા આ આરોપ
અમને પોતાનું દુખ કોર્ટ સમક્ષ રજૂ કરતા  કહ્યું હતું કે હું ફક્ત 12 પાસ છું. મે કોલેજમાં એડમિશન તો લીધુ હતું પરંતુ નંદિનીના કારણે મારા મારો અભ્યાસ છોડવો પડ્યો હતો. હું બેરોજગાર છું. અમનના વકીલે જણાવ્યું કે નંદિની તેના પરિવારજનોની મદદથી અમન પર દબાણ કરીને જબરદસ્તીથી તેની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ જ્યારે તેઓ ભાડાના રૂમમાં રહેતા હતા તો નંદિની તેનું યૌન ઉત્પીડન કરતી હતી. આવામાં અમને કોર્ટ પાસે માંગણી કરી કે તેને ભરણપોષણ ભથ્થું અપાવે. તેણે એમ પણ જણાવ્યું કે અભ્યાસ પર તેની ખરાબ અસર પડશે એ કારણે જ તે લગ્ન કરવા માંગતો નહતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube