મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું નિધન, આઇંસ્ટાઇનના સિદ્ધાંતને પડકાર્યો હતો
બિહારના વિભૂતિ અને આઇંસ્ટાઇનના સિદ્ધાંતને પડકાર ફેંકનાર મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું મૃત્યું નિપજ્યું છે. વશિષ્ઠ નારાયણ સિંહ પોતાના પરિવારની સાથે પટનાના કુલ્હરિયા કોમ્પલેક્સમાં રહે છે. મળતી માહિતી અનુસાર આજે સવારે અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી.
પટના: બિહારના વિભૂતિ અને આઇંસ્ટાઇનના સિદ્ધાંતને પડકાર ફેંકનાર મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું મૃત્યું નિપજ્યું છે. વશિષ્ઠ નારાયણ સિંહ પોતાના પરિવારની સાથે પટનાના કુલ્હરિયા કોમ્પલેક્સમાં રહે છે. મળતી માહિતી અનુસાર આજે સવારે અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી.
ત્યારબાદ તાત્કાલિક પરિવારજનો પીએમસીએચ લઇને આવેલા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. થોડા સમય પહેલાં પણ વશિષ્ઠ નારાયણ સિંહ બિમાર પડ્યા હતા ત્યારે પીએમસીએચમાં ઘણા મોટા નેતા તેમને મળવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નીતીશ કુમારે વશિષ્ઠ નારાયણના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ ગિરિરાજ સિંહે વશિષ્ઠ નારાયણના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ટ્વિટ કરતાં લખ્યું કે 'અમે એક મણિ ગુમાવ્યો છે...પ્રભુ તેમની આત્માને શાંતિ આપે.'
Children's Day: 7 વર્ષની બાળકીએ બનાવ્યું આજનું Google ડૂડલ, આપ્યો ખાસ મેસેજ
આરાના બસંતપુરના રહેવાસી વશિષ્ઠ નારાયણ સિંહ બાળપણથી હોશિયાર હતા. છઠ્ઠા ધોરણમાં તેમણે નેતરહાટમાં એડમિશન લીધું અને ત્યારબાદ ક્યારેય પાછું વળીને જોયું નહી. ત્યારબાદ તેમણે પટણા સાયન્સ કોલેજમાં પોતાનો અભ્યાસ પુરો કર્યો. આ દરમિયાન કેલિફોર્નિયા યૂનિવર્સિટીના પ્રોફેસર જોન કૈલીની નજર તેના પર પડી ત્યારબાદ વશિષ્ઠ નારાયણ 1965માં અમેરિકા જતા રહ્યા અને ત્યાંથી 1969માં તેમણે પીએચડી કર્યું.
22 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થશે Vivo U20, મળશે મોટી બેટરી
વશિષ્ઠ નારાયણે કેલિફોર્નિયા યૂનિવર્સિટી, બર્કલેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી કરી. તેમને નાસામાં પણ કરવાની તક મળી. અહીંયા પણ વશિષ્ઠ નારાયણની ક્ષમતાએ લોકોને હેરાન કરી દીધા. કહેવામાં આવે છે કે અપોલોની લોન્ચિંગના સમયે અચાનક કોમ્યૂટર્સ સાથે કામ કરવાનું બંધ કરી દીધું, તો વશિષ્ઠ નારાયણ કેલકુલેશન શરૂ કરી દીધું, જેને પછી યોગ્ય ગણવામાં આવ્યું.
વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ, મેસેન્જર પર ચૂકવણી કરવા માટે 'ફેસબુક પે' લોન્ચ
પિતાના કહેવા પર વશિષ્ઠ નરાયણ સિંહ વિદેશ છોડીને દેશ પરત ફર્યા પિતાએ જ કહેવા પર લગ્ન કરી લીધા, પરંતુ નસીબને બીજું કંઇક મંજૂર હતું 1973-74માં તેમની તબિયત બગદી અને ખબર પડી કે તેમને સિજોફ્રેનિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube