કૃષિ કાયદાની વાપસીને લઈને PM મોદી એક્ટિવ, બુધવારે બિલને મળશે કેબિનેટની મંજૂરી
Farm Laws Repeal Bill 2021: કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદાને પરત લેવા માટે એક બિલ લોકસભામાં રજૂ કરશે.
નવી દિલ્હીઃ Farm Laws Repeal Bill 2021: કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદાને પરત લેવા માટે એક બિલ લોકસભામાં રજૂ કરશે. આ બિલનું નામ Farm Laws Repeal Bill 2021 હશે. બિલને બુધવારે કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી શકે છે અને શિયાળુ સત્રના પ્રથમ દિવસે એટલે કે 29 નવેમ્બરે લોકસભામાં રજૂ કરવાની સંભાવના છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે વિવાદિત ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. આ ત્રણ કાયદાની વિરોધમાં કિસાનો એક વર્ષથી પ્રદર્શન કરી રહ્યા છે અને કાયદાની વાપસીની સાથે-સાથે એમએસપી પર કાયદાની માંગ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ કિસાન સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી ત્રણ કાયદાને સંસદમાં રદ્દ કરવામાં ન આવે અને એમએસપી પર કાયદો બનાવવામાં ન આવે ત્યાં સુધી અમે આંદોલન પૂર્ણ કરીશું નહીં. આ સિવાય અન્ય માંગો પણ કિસાન સંગઠનોએ સરકારની સામે રાખી છે.
આ પણ વાંચોઃ Kirti Azad Joins TMC: TMC માં સામેલ થયા કીર્તિ આઝાદ અને પવન વર્મા, મમતા બેનર્જીએ કર્યું સ્વાગત
સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પહેલા લોકસભામાં કૃષિ કાયદાને પરત લેવાનું બિલ રજૂ કરી શકે છે.
પ્રધાનમંત્રીએ 19 નવેમ્બરે દેશના નામે સંબોધનમાં કહ્યુ હતુ કે, 'આ મહિનાના અંતમાં શરૂ થવા જઈ રહેલા સંસદ સત્રમાં, આ ત્રણ કૃષિ કાયદાને રિપીલ (રદ્દ) કરવાની બંધારણીય પ્રક્રિયાને પૂરી કરી દેશે.' પીએમે કહ્યુ- હું દેશવાસીઓની માફી માંગતા સાચા મનથી અને પવિત્ર હ્રદયથી કહેવા ઈચ્છુ છું કે લગભગ અમારી તપસ્યામાં કોઈ કમી રહી હશે જેના કારણે દિવાના પ્રકાશ જેવું સત્ય ખુદ કિસાન ભાઈઓને અમે સમજાવી શક્યા નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube