નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત છતાં ખેડૂત નેતાઓએ પોતાનું આંદોલન પાછું ખેંચવાની જગ્યાએ વધુ તેજ કરવાની જાહેરાત કરી દીધી છે. સંયુક્ત કિસાન મોરચા (SKM) તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય વિરોધ પ્રદર્શન
જેમાં કહેવાયું છે કે 26 નવેમ્બર એટલે કે ખેડૂત આંદોલનનું એક વર્ષ પૂરું થયાના અવસરે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં વિરોધ પ્રદર્શન થશે. જેમાં બ્રિટન (UK), ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અને અમેરિકા જેવા દેશો સામેલ છે. 


તેનો અર્થ એ થયો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત છતાં ખેડૂત નેતા પોતાનું આંદોલન પાછું નહીં ખેંચે. પ્રધાનમંત્રી મોદીએ 418 દિવસ બાદ 19 નવેમ્બરના રોજ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 5 દિવસ જેટલો સમય વિતવા આવ્યો છે.  પરંતુ આ આંદોલન સમાપ્ત થયું નથી. કદાચ આટલું જલદી સમાપ્ત થશે પણ નહીં. સંયુક્ત કિસાન મોરચાના નવા નિવેદનથી સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશ ચૂંટણી અગાઉ આ આંદોલનને એક મોટા પાયે લઈ જવામાં આવશે. 


સંયુક્ત કિસાન મોરચાની તૈયારી
નોંધનીય છે કે અગાઉ જણાવવામાં આવ્યું હતું કે 25 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં ખેડૂતોની એક મોટી રેલી થશે. એ જ રીતે બુધવારે એટલે કે 24 નવેમ્બરે સર છોટુરામની જયંતી પર દેશભરમાં વિરોધ પ્રદર્શન થશે. અત્રે જણાવવાનું કે સર છોટુ રામ મહાન સ્વતંત્રતા સેનાની હતા. હરિયાણાની સાથે સાથે પશ્ચિમ યુપીમાં તેમનો ઘણો પ્રભાવ મનાય છે. આવામાં તેમની જયંતી પર ખેડૂત સંગઠનોની રેલી એ સ્પષ્ટ કરે છે કે આંદોલન હજુ લાંબુ ચાલવાનું છે. 


વધુ વિગતો માટે જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube