નવી દિલ્હી: સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડરના ત્રણે નેશનલ હાઇવેને ગત 100 દિવસોથી વધુ સમયથી ખેડૂત બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ ઘેરાવો કર્યો છે. 100 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા આ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓએ નેશનલ હાઇવે પર જ અથવા તો ટેન્ટ લગાવીને અથવા પછી ટ્રોલીઓ પર મોટી ચાદર લગાવીને પોતાની રહેવાની વ્યવસ્થા કરી છે. પ્રદર્શનકારીઓએ કડકડતી ઠંડીથી માંડીને ઐતિહાસિક ગરમી ફેબ્રુઆરી અને માર્ચમાં પણ તેમના ટેન્તો અને ટ્રોલીઓમાં રહીને 26 નવેમ્બર 2020થી પ્રદર્શન સ્થળ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂત બિલ પર ચાલી રહેલા પ્રદર્શનની કમાન 40થી વધુ ખેડૂત નેતાઓએ સંભાળી રાખી છે. તેમને ખેડૂત નેતાઓના એક અવાજ પર ખેડૂતોએ પોતાના ઘર છોડીને રોડ પર રાત વિતાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ભોલા ખેડૂત સાથે ખેડૂત નેતાઓએ દગો કર્યો છે. ઝી ન્યૂઝએ પોતાની તપાસમાં આ  જાણ્યું છે કે દિલ્હીના બોર્ડરો પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ 2 મોટા ખેડૂત નેતા પ્રદર્શનકારીઓની સાથે પ્રદર્શન સ્થળ પર નહી, પરંતુ મોંઘી 3 સ્ટાર હોટલોમાં રોકાય છે. 

Farmers Protest સાથે જોડાયેલા તત્વોએ બનાવ્યો ખતરનાક Ransomware, તમારા ફોનનો ડેટા કરી શકે છે લોક


ખેડૂતો સાથે મોટો દગો
ઝી ન્યૂઝના હાથમાં જે એક્સક્લૂસિવ દસ્તાવેજ લાગ્યા છે તે મુજબ ખેડૂત સાથે દગો કરનાર ખેડૂત નેતાઓની યાદીમાં પહેલું નામ છે, ભારતીય ખેડૂત યૂનિયન રાજેવાલના અધ્યક્ષ બલવીર સિંહ રાજેવાલનું. 12 ડિસેમ્બર 2020થી માંડીને અત્યાર સુધી સિંધુ બોર્ડર પ્રદર્શનસ્થળ પાસે જ 3 સ્ટાર હોટલ  TDI Club Retreat માં રોકાયા છે. 

WhatsApp નું નવું ફીચર, હવે લેપટોપ-કોમ્યુટર વડે કરી શકશો વોઇસ અને વીડિયો કોલ, જાણો રીત


ઝી ન્યૂઝ પાસે ઉપલબ્ધ TDI Club Retreat હોટલના સત્તાવાર બિલના અનુસાર ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલના નામે 12 ડિસેમ્બર 2020ના રોજ હોટલનો મોંઘો રૂમ નંબર 206 બુક કરવામાં આવ્યો હતો. આ રૂમમાં ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલ 12 ડિસેમ્બર 2020થી 2 માર્ચ 2021 સુધી રોકાયા હતા, ત્યારબાદ 3 માર્ચ 2021 ના રોજ ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલએ પોતાના રૂમ નંબર 206 બદલીને રૂમ નંબર 303 માં શિફ્ટ થઇ ગયા જ્યાં તે હજુ પણ રહે છે. 


1 લાખ 30 હજારથી વધુ હોટલનું બિલ
આવો હવે તમને જણાવીએ કે ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલનો ખર્ચ કેટલો છે. અમારી પાસે ઉપલબ્ધ TDI CLUB Retreat હોટલના બિલો અનુસાર, બલવીર સિંહ રાજેવાલએ 12 ડિસેમ્બર 2020 થી 28 જાન્યુઆરી 2021 સુધી 1 લાખ 30 હજારથી વધુનું હોટલનું બિલ ભર્યું જેમાં રૂમમાં રોકાવવાની સાથે 1 ટાઇમના નાસ્તાનો ખર્ચ અને કપડાં ધોવડાવવાનો જેવા ખર્ચ સામે છે. 

PPF માં રોકાણથી આ રીતે થશે ડબલ કમાણી, ટેક્સ પણ બચશે અને રિટર્ન પણ મળશે, જાણો રીત


TDI CLUB હોટલના બિલ અનુસાર ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલનું દરરોજ રૂમમાં રોકાવવાનું બિલ 2,500 રૂપિયા હતું આ ઉપરાંત 1 ટાઇમ નાસ્તો અને કપડા ધોવડાવવાનું બિલ અલગથી છે. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube