Farmers Protest: ખેડૂતોએ વિપક્ષનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું નથી, તપાસથી ડરેલા છે નેતા: રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યૂનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ શુક્રવારે કહ્યું કે વિપક્ષી નેતા ખેડૂતોના આંદોલનને વધુ સમર્થન આપી રહ્યા નથી. તેમણે કહ્યું કે વિપક્ષને ડર છે કે નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વવાળી કેંદ્ર સરકાર તેમને નિશાન બનાવી શકે છે.
જોધપુર: ભારતીય કિસાન યૂનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ શુક્રવારે કહ્યું કે વિપક્ષી નેતા ખેડૂતોના આંદોલનને વધુ સમર્થન આપી રહ્યા નથી. તેમણે કહ્યું કે વિપક્ષને ડર છે કે નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વવાળી કેંદ્ર સરકાર તેમને નિશાન બનાવી શકે છે.
રાજસ્થાનના જોધપુરના પીપાડમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધિત કરતાં BKU નેતાએ કેંદ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે ભાજપ નેતૃત્વાળી સારકારને 'બે લોકોની સરકાર' ગણાવી જે કોઇનું સાંભળતી નથી. રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ યુવાનો તરફ ભાગીદારીનું આહવાના કરતાં કહ્યું કે ત્રણેય કૃષિ કાયદા (Farm Laws) વિરૂદ્ધ હાલ આંદોલન નવેમ્બર સુધી ચાલું રહેશે.
Punjab: કોરોનાના વધતા જતા કેસ વચ્ચે તમામ સ્કૂલ બંધ, 8 જિલ્લામાં લાગ્યો Night Curfew
રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ દાવો કર્યો કે વિપક્ષ ખરાબ સ્થિતિમાં છે અને ખેડૂતોના મુદ્દા પર બોલી રહ્યા નથી. તેમણે આગળ કહ્યું કે 'તેમના જૂના કારનામા તેમના માર્ગમાં આવી રહ્યા છે. તેમને કોઇ મુદ્દે ફસાવવાનો ડર છે. કેંદ્ર પર નિશાન સાધાતાં ખેડૂત નેતાએ કહ્યું 'જો સરકાર હોત તો વાર્તા થાત. પરંતુ દેશમાં બે લોકોની સરકાર છે.' તેમણે કહ્યું કે આ સરકાર કોઇની સલાહ લેતી નથી.
રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ કહ્યું કે ખેડૂત આંદોલન લાંબી લડાઇ છે અને યુવાનોને તેને અંજામ સુધી લઇ જવા માટે તૈયાર રહેવું જોઇએ. તેમણે કહ્યું કે 'આખરે તેમને (યુવાનોને) જ આ લડાઇમાં આગળ જવુ પડશે. તેના માટે વિધ્નો દૂર કરવા પડશે.'
IND vs ENG: પહેલી જ મેચમાં ભારત ઘૂંટણીયે, અંગ્રેજોએ 8 વિકેટે આપી આકરી હાર
રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ કહ્યું કે 'આગામી 20-30 વર્ષમાં આપણે જમીન ગુમાવી દઇશું અને એવું દેશના દરેક ખેડૂત સાથે થશે. આપણે સરકાર સાથે લડીને જ જમીન બચાવી શકીએ છી. તેમણે ઉપસ્થિત લોકોને તમામ સુવિધાઓને ત્યાગ અને આંદોલનનું સમર્થન કરવા માટે કહ્યું. રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ દાવો કર્યો જો ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર કાયદો નહી થાય તો પાક અડધી કિંમત પર વેચાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube