IND vs ENG: પહેલી જ મેચમાં ભારત ઘૂંટણીયે, અંગ્રેજોએ 8 વિકેટે આપી આકરી હાર

ભારત અને ઇંગ્લેડ વચ્ચે  (IND vs ENG) રમાયેલી પહેલી ટી 20 ઇન્ટરનેશનલ મેચમાં મહેમાન ટીમે 8 વિકેટથી જીત પ્રાપ્ત કરી અને સીરીઝમાં 1-0 થી બઢત પ્રાપ્ત કરી લીધી. 

IND vs ENG: પહેલી જ મેચમાં ભારત ઘૂંટણીયે, અંગ્રેજોએ 8 વિકેટે આપી આકરી હાર

અમદાવાદ: ભારત અને ઇંગ્લેડ વચ્ચે  (IND vs ENG) રમાયેલી પહેલી ટી 20 ઇન્ટરનેશનલ મેચમાં મહેમાન ટીમે 8 વિકેટથી જીત પ્રાપ્ત કરી અને સીરીઝમાં 1-0 થી બઢત પ્રાપ્ત કરી લીધી. 

ભારતીય બોલરોનો ફ્લોપ શો
ટોસ હારીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાના મોટાભાગના બેટ્સમેન નિષ્ફળ સાબિત થયા. વિરાટ કોહલી પણ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો. શિખર ધવન 4 અને કએલ રાહુલ ફક્ત 1 રન બનાવી આઉટ થયા. 

શ્રેયસ ઐય્યરની ફીફ્ટી
શ્રેયસ ઐય્ય્યર  (Shreyas Iyer) 48 બોલમાં 8 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી શાનદાર 67 રનની ઇનિંગ રમી. આ તેમના ટી 20 ઇન્ટરનેશનલ કેરિયરની ત્રીજી અર્ધશતક છે. તેમની આ ઇનિંગના લીધે ટીમ ઇન્ડીયા  (Team India) એ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા. 

We need 125 to win 🏏

— England Cricket (@englandcricket) March 12, 2021

આર્ચરની કમાલ
જોફ્રા આર્ચરએ પોતાની 4 ઓવરના સ્પેલમાં 5.75ની સરેરાશથી ફક્ત 23 રન આપી 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી અને 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો. તેમણે કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરને પેવેલિયન પરત મોકલી દીધો. આ ઉપરાંત આદિલ રાશિદ, માર્ક વુડ, ક્રિસ જોર્ડન અને બેન સ્ટોક્સએ 1-1- વિકેટ પ્રાપ્ત કરી. 

They chase down the target of 125 comfortably and win the first #INDvENG T20I by eight wickets.

— ICC (@ICC) March 12, 2021

રોય-બટલરે અપાવી ઇંગ્લેડને જીત
ઇંગ્લેડ તરફથી જેસન રોય (Jason Roy) 32 બોલમાં 4 ચોગ્ગા 3 સિક્સરની મદદથી શાનદાર 49 રન બનાવ્યા. તો બીજી તરફ બટલર (Jos Buttler) એ 28 રનની ઇનિંગ રમી. બાકી રહી ગયેલી કમી જોની બેયરસ્ટો અને ડેવિડ મલાનએ પુરી કરી દીધી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news