ખેડૂત આંદોલન : કેન્દ્રની મોદી સરકાર સામે લાખો ખેડૂતોનું આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન
રાજધાની દિલ્હીમાં આજે લાખો ખેડૂતો ભેગા થશે. ખેડૂતો દેવામાફી, કૃષિ ઉત્પાદન ખર્ચના દોઢ ગણું ટેકાના ભાવ, અને અન્ય માંગણીઓને લઈને દિલ્હીમાં પ્રદર્શન કરશે. જેમાં લગભગ 200 ખેડૂત સંગઠનો સામેલ થાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે અને શુક્રવારે એમ બે દિવસ આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં આજે લાખો ખેડૂતો ભેગા થશે. ખેડૂતો દેવામાફી, કૃષિ ઉત્પાદન ખર્ચના દોઢ ગણું ટેકાના ભાવ, અને અન્ય માંગણીઓને લઈને દિલ્હીમાં પ્રદર્શન કરશે. જેમાં લગભગ 200 ખેડૂત સંગઠનો સામેલ થાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે અને શુક્રવારે એમ બે દિવસ આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષમાં આ ચોથીવાર એવું બન્યું છે કે ખેડૂતો પોતાની માગણીઓને લઈને પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે. વિરોધ પ્રદર્શન માટે ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યાં છે. અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિ દ્વારા 29 અને 30 નવેમ્બરના રોજ આ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરાયું છે જેને ડાબેરી પક્ષો સહિત 21 રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. સમિતિના સંયોજક હન્નાન મોલ્લાહે બુધવારે જણાવ્યું હતું કે ગુરુવારના રોજ રામલીલા મેદાનમાં ભેગા થવા માટે ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે મેઘાલય, જમ્મુ કાશ્મીર, ગુજરાત અને કેરળ સહિત દેશના અલગ અલગ ભાગોમાંથી ખેડૂતોના સૂહો રોડ અને રેલ માર્ગથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભેગા થવા લાગ્યા છે. મોલ્લાહે આ પ્રદર્શનને અત્યાર સુધીનું સૌથી મોટુ આંદોલન ગણાવવાનો દાવો કરતા કહ્યું કે ગુરુવારે રામલીલા મેદાનમાં ખેડૂતોની સભાના આયોજન બાદ શુક્રવારે ખેડૂતો રામલીલા મેદાનથી સંસદ સુધી માર્ચ કરશે. આ અગાઉ ગુરુવારે સવારે દિલ્હીના પ્રવેશ માર્ગોથી રામલીલા મેદાન સુધી ખેડૂતો માર્ચ માટે બિજવાસન, મજનુ કા ટીલા, નિઝામુદ્દીન, આનંદ વિહાર પર બધા ભેગા થશે.
મોદી સરકારની મોટી કૂટનીતિક જીત, પાકિસ્તાનને તેના ખાસ મિત્ર દેશે જ આપ્યો મોટો આંચકો
અખિલ ભારતીય ખેડૂત સભાના સચિવ અતુલ કુમાર અંજાને જણાવ્યું કે શુક્રવારે સંસદ માર્ગ પર આયોજિત ખેડૂત સભામાં આંદોલનનું સમર્થન કરી રહેલા વિભિન્ન રાજકીય પક્ષોના નેતા ભાગ લેશે. જેમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ પણ સામેલ થવાની સંભાવના છે. અંજાને જણાવ્યું કે શુક્રવારે બંને સત્રમાં આયોજિત ખેડૂત સભાના પહેલા સત્રમાં ખેડૂત નેતા આંદોલનના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે. ત્યારબાદ બીજા સત્રમાં વિભિન્ન રાજકીય પક્ષોના નેતાઓ ખેડૂતોને સંબોધશે.
આ બાજુ દિલ્હી પોલીસનો દાવો છે કે જંતર મંતર પર પ્રદર્શનકારીઓની સંખ્યા 1000ની પાર પહોંચશે તો તેમણે રામલીલા મેદાન જવું પડશે. જ્યાં 50,000 લોકો ભેગા થઈ શકે છે. પોલીસે કહ્યું કે પ્રદર્શનકારીઓને રામલીલા મેદાનમાં રોકીશું કારણ કે પ્રદર્શનકારીઓની સંખ્યા 30,000 થવાનું અનુમાન છે. આદેશ મુજબ જંતર મંતર પર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રદર્શન કરવામાં આવશે. આ અગાઉ જંતર મંતર વિભિન્ન મુદ્દાઓને લીને પ્રદર્શન કરનારા સમુહોનું એક કેન્દ્ર હતું.
દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ ખાસ પરવાનગી વગર જંતર મંતર પર રેલી કે ધરણા સ્થળ પર કોઈ લાઉડસ્પીકર કે જનતાને સંબોધવાની સિસ્ટમનો ઉપયોગ થશે નહીં. આદેશમાં પ્રદર્શનસ્થળો પર લાકડી, ફટાકડા, ભાલા, તલવારો કે અન્ય હથિયારો લાવવા પર પ્રતિબંધ છે. આ સાથે જ પુતળા કે દસ્તાવેજો બાળવા, ભોજન બનાવવા, કચરો ફેલાવવા પર પ્રતિબંધ છે. 23 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે જંતર મંતર અને બોટ ક્લબ જેવી જગ્યાઓ પર રેલીઓ, ધરણા કે પ્રદર્શન પર લાગેલો પૂર્ણ પ્રતિબંધ હટાવ્યો હતો અને કહ્યું હતું કે આવી જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન પર પૂર્ણ પ્રતિબંધ લગાવી શકાય નહીં.