મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુઝફ્ફરનગરમાં આજે ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું છે. દાવો કરાયો છે કે મહાપંચાયતમાં પાંચ લાખથી વધુ ખેડૂતો ભેગા થશે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે ફક્ત ખેડૂત પર જ નહીં, દેશની અન્ય સમસ્યાઓ ઉપર પણ વાત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુઝફ્ફરનગરમાં કડક સુરક્ષા બંદોબસ્ત
અત્રે જણાવવાનું કે મુઝફ્ફરનગરમાં ખેડૂતોની મહાપંચાયતને લઈને સુરક્ષાનો કડક બંદોબસ્ત કરાયો છે. દારૂની દુકાનો બંધ રહેશે. રાકેશ ટિકૈતે કહ્યું કે અમને રોકશો તો બેરિયર તોડી નાખીશું. સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં મુઝફ્ફરનગરના રાજકીય ઈન્ટર કોલેજના મેદાનમાં થનારી આ મહાપંચાયતને લઈને લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. 


સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસનના ટોચના અધિકારીઓએ પહોંચીને તમામ ચેકિંગ પણ હાથ ધર્યું. મહાપંચાયતમાં સામેલ થવા માટે હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી ખેડૂતો મુઝફ્ફરનગર પહોંચી ચૂક્યા છે. 


J&K: મોદી સરકારના 70 મંત્રી જમ્મુ અને કાશ્મીર જશે, આ છે કારણ


મહાપંચાયતમા મહિલાઓ પણ સામેલ થશે
અત્રે જણાવવાનું કે મહાપંચાયતમાં ભાગ લેવા માટે મહિલાઓ પણ મોટી સંખ્યામાં મુઝફ્ફરનગર પહોંચી છે. જે ત્યાં ગુરુદ્વારાઓ અને શાળાઓમાં રોકાઈ છે. વિભિન્ન રાજ્યોમાંથી આવેલા ખેડૂતોના ભોજન માટે મુઝફ્ફરનગરના ગુરુદ્વારાઓ સહિત ઠેર ઠેર લગભગ 500  સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જ્યાં દૂર દૂરથી આવેલા ખેડૂતો રોકાયેલા છે. પંજાબથી લગભગ 200 ખેડૂતો મુઝફ્ફરનગર પહોંચ્યા છે. જે ગુરુદ્વારામાં રોકાયેલા છે. 


Pollution: જો સાવચેતી ના રાખી તો 9 વર્ષથી વધુ ઘટી જશે ભારતીયોની ઉંમર


રાકેશ ટિકૈતે કહ્યું કે મહાપંચાયતમાં પહોંચનારા ખેડૂતોની સંખ્યા જણાવવી અશક્ય છે. પરંતુ હું વચન આપી શકું કે લોકો મોટી સંખ્યામાં પહોંચશે. ખેડૂતોને મહાપંચાયતમાં પહોંચતા કોઈ રોકી શકશે નહીં. જો તેઓ અમને રોકશે તો અમે બેરિયર તોડીને પહોંચીશું. 


પંજાબથી લગભગ 2000 ખેડૂતો પહોંચે તેવી આશા છે. યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન ઉપરાંત કર્ણાટક, તામિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાંથી પણ ખેડૂતોના ગ્રુપનું પહોંચવાનું શરૂ થઈ ગયું છે. ગાઝીપુર બોર્ડર પર તામિલનાડુ અને કેરળ ઉપરાંત અન્ય રાજ્યોના ખેડ઼ૂતો પણ પહોંચ્યા છે. 


PM મોદીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, આ મુદ્દાઓ પર ચર્ચા કરી