SCમાં ખેડૂતોના વકીલે કહ્યું બેઠકમાં આવે PM Modi, ચીફ જસ્ટિસે કરી આ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટ (Supre Court) મંગળવારના નવા કૃષિ કાયદા અને કિસાન આંદોલન સામે દાખલ અરજી પર સુનાવણી કરતા કેન્દ્રિય કૃષિ કાયદાને લાગુ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી રાખવામાં આવ્યો છે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supre Court) મંગળવારના નવા કૃષિ કાયદા અને કિસાન આંદોલન સામે દાખલ અરજી પર સુનાવણી કરતા કેન્દ્રિય કૃષિ કાયદાને લાગુ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી રાખવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે, અમે અંતિમ નિર્ણય સુધી ત્રણ કૃષિ કાયદાને લાગુ કરવા પર પ્રતિબંધ લગાવી રહ્યાં છીએ.
આ પણ વાંચો:- કાયદા પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ સમાપ્ત થશે કિસાન આંદોલન? જાણો શું બોલ્યા કિસાન નેતા રાકેશ ટિકૈત
સુનાવણી દરમિયાન PM Modiનો ઉલ્લેખ
સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી દરમિયાન કિસાનોના વકીલ એમએસ શર્મા (ML Sharma)એ કહ્યું, દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહેલા કિસાનોએ ફરિયાદ કરી છે કે, અત્યાર સુધી ઘણા લોકો આ મામલે ચર્ચા કરવા માટે આવ્યા છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) બેઠકમાં કેમ આવતા નથી?
આ પણ વાંચો:- તમે સાક્ષાત ભગવાન છો... કૃષિ કાયદા પર ચુકાદા બાદ સુપ્રીમમાં બોલી પડ્યા વકીલ
પ્રધાનમંત્રીને કહી શકાય નહીં: ચીફ જસ્ટિસ
ચીફ જસ્ટિસ એસએ બોબડે (CJI SA Bobde)એ કહ્યું, આપણે પ્રધાનમંત્રીને બેઠકમાં આવવા માટે કહી શકીએ નહીં, કેમ કે આ મામલે પક્ષકાર નથી. ત્યારબાદ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કૃષિ મંત્રી વાત કરી રહ્યાં છે અને આ તમેનો વિભાગ છે.
આ પણ વાંચો:- કિસાન આંદોલન પર સુપ્રીમે બનાવી ચાર સભ્યોની કમિટી, જાણો કોણ-કોણ છે સામેલ
સુપ્રીમ કોર્ટે કરી કમિટિની રચના
સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવતા આ મામલેને ઉકેલવા માટે એક કમિટિની રચના કરી છે, જેમાં કુલ ચાર લોકો સામેલ હશે. કમિટિમાં ભારતીય કિસાન યૂનિયનના એચએસ માન, ડોક્ટર પ્રમોદ કુમાર જોશી, કૃષિ વિશેષજ્ઞ અશોક ગુલાટી અને શેતકારી સંગઠનના અધ્યક્ષ અનિલ ધનવત સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube