કાયદા પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ સમાપ્ત થશે કિસાન આંદોલન? જાણો શું બોલ્યા કિસાન નેતા રાકેશ ટિકૈત

ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ રાકેશ ટિકૈત  (Rakesh Tikait)એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચુકાદા બાદ કહ્યુ કે, કૃષિ કાયદો રદ્દ થવા સુધી આંદોલન ચાલતું રહેશે. 
 

કાયદા પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ સમાપ્ત થશે કિસાન આંદોલન? જાણો શું બોલ્યા કિસાન નેતા રાકેશ ટિકૈત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ મંગળવારે કેન્દ્રીય કૃષિ કાયદાને લાગૂ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં મંગળવારે કિસાન આંદોલનને લઈને કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા અદાલતે કાયદાને લાગૂ થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટના આ નિર્ણય બાદ પણ કિસાન પોતાનું આંદોલન સમાપ્ત કરવા માટે તૈયાર નથી. 

માંગ પૂરી થવા સુધી યથાવત રહેશે આંદોલનઃ રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ રાકેશ ટિકૈત  (Rakesh Tikait)એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચુકાદા બાદ કહ્યુ કે, કૃષિ કાયદો રદ્દ થવા સુધી આંદોલન ચાલતું રહેશે. 

સુપ્રીમ કોર્ટે કરી કમિટીની રચના
કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા ત્રણ કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો છે. સાથે આ મામલાને ઉકેલવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ ચાર લોકો સામેલ થશે. આ કમિટી મામલાની મધ્યસ્થા નહીં, પરંતુ સમાધાન કાઢવાનો પ્રયાસ કરશે. સુપ્રીમ કોર્ટ તરફથી બનાવવામાં આવેલી કમિટીમાં ભારતીય કિસાન યુનિયનના ભૂપેન્દ્ર સિંહ માન, સેઠારી સંસ્થાના અનિલ ધનવંત, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના પ્રમોદ કે જોશી સામેલ છે. 

સુપ્રીમ કોર્ટે જારી કરી કિસાનોને નોટિસ
કોર્ટે 26 જાન્યુઆરીએ કિસાનોની ટ્રેક્ટર રેલી પર પ્રતિબંધ લગાવવાની કેન્દ્ર સરકારની અરજી પર કિસાન સંગઠનોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. આ મુદ્દા પર સોમવારે સુનાવણી થશે.

અમે કાયદો સસ્પેન્ડ કરી શકીએઃ સુપ્રીમ
સાંસદ તિરૂચિ સીવાતરફથી જ્યારે વકીલે કાયદો રદ્દ કરવાની અપીલ કરી તો ચીફ જસ્ટિસે કહ્યુ કે, સાઉથમાં કાયદાને સમર્થન મળી રહ્યું છે. જેના પર વકીલે કહ્યું કે, દક્ષિણમાં દરરોજ તેની વિરુદ્ધ રેલી થઈ રહી છે. ચીફ જસ્ટિસે કહ્યુ કે, તે કાયદો સસ્પેન્ડ કરવા માટે તૈયાર છે, પરંતુ કોઈ લક્ષ્ય વગર નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news