સરકાર અને કિસાનો વચ્ચે સાડા સાત કલાક ચાલ્યું મંથન, હવે 5 ડિસેમ્બરે ફરી બેઠક
કિસાનો સાથે બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, કિસાનો સાથે સરકાર વાતચીત કરી રહી છે. તેમના મુદ્દાનું સમાધાન કાઢવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, કિસાનોએ આંદોલન સમાપ્ત કરી દેવું જોઈએ.
નવી દિલ્હીઃ કૃષિ બિલ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા કિસાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે વિજ્ઞાન ભવનમાં યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક આસરે સાડા સાત કલાક ચાલી હતી. હવે ફરી 5 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકોમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તો સરકારે ખેડૂતોના પશ્નોના પણ જવાબ આપ્યા હતા. આ વચ્ચે માહિતી મળી છે કે MSPને લઈને સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે. એમએસપીના મુદ્દે કૃષિ મંત્રીએ કિસાનોને વિશ્વાસ અપાવ્યો કે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. કૃષિ મંત્રીએ કહ્યુ કે, કિસાનોની ચિંતા વ્યાજબી છે. અમે ઈચ્છીએ કે એમએસપી મજબૂત થાય. એમએસપીમાં કોઈ ફેરફાર થવાનો નથી.
કિસાનો સાથે બેઠક બાદ બોલ્યા કૃષિ મંત્રી
કિસાનો સાથે મેરાથોન બેઠક પૂર્ણ કર્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, સરકાર કિસાનોના હિત માટે પ્રતિબદ્ધ છે. કિસાનોની ચિંતા વ્યાજબી છે. સરકાર ખુલા મનથી કિસાન યૂનિયન સાથે ચર્ચા કરી રહી છે. કિસાનોની 2-3 બિંદુઓ પર ચિંતા છે. બેઠક શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. APMSને મજબૂત બનાવવા પર સરકાર વિચાર કરશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube