નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court) ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા (Farm Laws) અને દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા કિસાન પ્રદર્શનો (Farmers Protest) સંબંધિત અરજીઓ પર સોમવારે સુનાવણી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વોચ્ચ અદાલત ગતિરોધને સમાપ્ત કરવા માટે બનાવેલી સમિતિના એક સભ્યના સ્વયંને અલગ કરવાના મામલે પણ વિચાર કરી શકે છે.


આ અરજીઓ પર થશે સુનાવણી
કોર્ટ (Supreme Court) દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી કેન્દ્ર સરકારની તે અરજી પર પણ સુનાવણી કરશે, જેમાં 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર સૂચિત ટ્રેક્ટર અથવા ટ્રોલી માર્ચ અથવા કોઈ અન્ય રીતે પ્રદર્શન (Farmers Protest) પર રોક લગાવવાનો અનુરોધ કર્યો છે.


આ પણ વાંચો:- Corona Vaccine Side Effects: રસી લગાવ્યા બાદ આ દેશમાં થઈ લોકોને 'ખતરનાક' બીમારી


મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેની (Chief Justice S A Bobde) આગેવાનીમાં કોર્ટની એક બેન્ચે એક વચગાળાના હુકમમાં આગામી આદેશ સુધી નવા કૃષિ કાયદાના (Farm Laws) અમલીકરણ પર રોક લગાવી હતી અને ફરિયાદને સાંભળવા તથા ગતિરોધના સમાધન પર ભલામણ કરવા માટે ચાર સભ્ય સમિતિની રચના કરવામાં આવી હતી.


સમિતિમાં ભારતીય કિસાન યુનિયનના ભૂપેન્દ્ર સિંહ માન (Bhupendra Singh Mann), આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના દક્ષિણ એશિયાના ડિરેક્ટર ડો. પ્રમોદ કુમાર જોશી (Dr. Pramod Kumar Joshi), કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી (Ashok Gulati) અને શેતકરી સંગઠનના અધ્યક્ષ અનિલ ઘનવટને (Anil Ghanwat) સામેલ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- Corona Vaccine લગાવ્યા પછી 52 લોકોમાં જોવા મળી Side Effect


કોર્ટે કહ્યું હતું કે, તે સમિતિના સૂચન આપ્યા બાદ અરજીઓ પર સુનાવણી કરશે, પરંતુ કોર્ટના પ્રયાસોને તે સમયે ઝટકો લાગ્યો, જ્યારે માને 14 જાન્યુઆરીના પોતાને સમિતિથી અલગ કર્યા હતા.


આ બેન્ચમાં ન્યાયમૂર્તિ એન નાગેશ્વર રાવ અને ન્યાયમૂર્તિ વિનીત સરન પણ સામેલ છે. આ બેન્ચ સમિતિથી માન પોતાને અલગ કરવા અને તેમની જગ્યાએ અન્ય કોઈને નિયુક્ત કરવા જેવા મામલે પણ વિચાર કરી શકે છે.


કિસાન સંગઠન 'ભારતીય કિસાન યુનિયન લોકશક્તિ'એ  શનિવારના કોર્ટમાં આગ્રહ કર્યો હતો કે, સમિતિથી મુખ્ય ત્રણ સભ્યોને હટાવવામાં આવે અને એવા લોકોને તેમાં રાખવામાં આવે જેઓ 'પરસ્પર સુમેળના આધારે' કામ કરી શકે.


આ પણ વાંચો:- PM Modiએ ભુતકાળ વાગોળ્યો, ગુજરાતની સૌથી ધીમી ટ્રેન વિશે કહી આ વાત


કિસાન સંગઠનની અપીલ
કિસાન સંગઠનનું કહેવું છે કે, અહીં નૈસર્ગિક ન્યાયના સિદ્ધાંતના ઉલ્લંઘન થશે, કેમ કે, ચાર સભ્યોની સમિતિમાં જે લોકોને નિયુક્ત કરવામાં આવ્યા છે 'તેમને આ કાયદાને સમર્થન કર્યું છે.'


એક સોગંદનામામાં સંગઠને કેન્દ્ર સરકારની તે અરજીને પણ નકારી કાઢવાની માંગ કરી છે જેમાં કેન્દ્ર સરકારે દિલ્હી પોલીસ મારફતે દાખલ કરવામાં આવેલ 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના દિવસે સૂચિત ટ્રેક્ટર માર્ચ અથવા કોઈ અન્ય રીતે પ્રદર્શન (Farmers Protest) પર રોક લગાવવાનો અનુરોધ કર્યો છે.


આ પણ વાંચો:- રેલવેના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે અલગ અલગ જગ્યાઓથી 8 ટ્રેનોને લીલીઝંડી બતાવાઈ


ઉલ્લેખનીય છે કે, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાંથી આવેલા હજારો કિસાન છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી દિલ્હીની અલગ અળગ સીમાઓ પર ત્રણ નવા કૃષિ કાયદાને (Agricultural Law) પરત લેવાની માંગ કરતા પ્રદર્શન કરી રહ્યા છે.
(ઇનપુટ: ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube