નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની સરહદ પર કિસાનોનું પ્રદર્શન જારી છે. રસ્તા પર ટ્રેક્ટરને કિસાનોએ ઘર બનાવી લીધું છે. દિલ્હી-યૂપી બોર્ડર પર કિસાનોના પ્રદર્શનમાં રાતભર દેશભક્તિના ગીત વાગ્યા હતા. કિસાનો દ્વારા હવે નવો નારો 'દિલ્હી ચલો' નહીં પરંતુ દિલ્હી ઘેરો આપવામાં આવ્યો છે. દિલ્હીના પાંચ પોઈન્ટ પર હવે કિસાનો ઘરણા આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સરકારની નિયત પર સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે સરકારની નિયત ચોખ્ખી હશે ત્યારે ઉકેલ આવી જશે. બુરાડી કોઈ વ્હાઈટ હાઉસ નથી કે ખેડૂતો ત્યાં જાય. અત્રે જણાવવાનું કે ખેડૂત આંદોલનના કારણે દિલ્હીની સિંઘુ બોર્ડર પર જામ છે. દિલ્હી-બહાદુરગઢના ટિકરી બોર્ડર ઉપર પણ ખેડૂતોએ જામ કરી નાખ્યો છે. આ ઉપરાંત દિલ્હી ગેટ ઉપર પણ ટ્રાફિક જામ છે. જો કે દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર કોઈ જામ નથી. 


દિલ્હી બોર્ડર પર છે કિસાનો
કિસાન આંદોલનના પાંચ દિવસ બાદ પણ કિસાનોનો ગુસ્સો ઓછો થઈ રહ્યો નથી. સરકાર વાતચીત માટે તૈયાર છે પરંતુ કિસાન દિલ્હી બોર્ડર પર છે અને કહ્યું કે, વાતચીત અહીં થશે. કિસાન ન તો દિલ્હી પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રદર્શન સ્થળ થઈ રહ્યાં છે ન દિલ્હી બોર્ડરથી હટી રહ્યાં છે. કિસાનોની આ જાહેરાત બાદ સરકારની ચિંતા વધી ગઈ છે. 


ઓછો નથી થઈ રહ્યો કિસાનોનો ગુસ્સો
દિલ્હી-યૂપી બોર્ડર એટલે કે ગાઝીપુર બોર્ડર પર કિસાનોએ ટ્રેક્ટર પર જ પોતાનું ઘર બનાવી લીધું છે. ઠંડીથી બચવા માટે ધાબળા પણ લાવ્યા છે. રસ્તા પર તાપણા પણ કરવામાં આવી રહ્યાં છે. સાથે કિસાનોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. 


દિલ્હીની ઘેરાબંધી માટે 5 પોઈન્ટ પર ધરણા
રવિવારે કિસાન સંગઠનોની બેઠક બાદ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે, કિસાન પ્રદર્શન માટે બુરાડી જશે નહીં અને દિલ્હીની ઘેરાબંધી માટે 5 પોઈન્ટ પર ધરણા આપશે. કિસાનોની માગ છે કે સરકાર કોઈ શરત વગર તેની સાથે વાતચીત કરે અને તેમને રામલીલા મેદાન કે જંતર મંતર પર આંદોલન કરવાની મંજૂરી આપે. 


કિસાનોએ આપી દિલ્હી જામ કરવાની ચેતવણી, આંદોલન પર મોડી રાત્રે નડ્ડાની ઘરે બેઠક


કિસાનોએ આપી આગામી 4 મહિના સુધી ધરણા કરવાની ધમકી
કિસાન નેતાઓનું કહેવું છે કે તેમની પૂરી તૈયારી છે અને જરૂર પડી તો તેમની પાસે આગામી ચાર મહિના ધરણા આપવાની વ્યવસ્થા છે. કિસાનોની જાહેરાત બાદ સરકારની ચિંતા વધી ગઈ છે.


જેપી નડ્ડાના ઘરે હાઇલેવલ બેઠક
કિસાનોની આ ચેતવણી વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર ઉચ્ચ સ્તરીય બેઠક થઈ છે, જેમાં ગૃહ મંત્રી અમિત શાહ સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સામેલ થયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બેઠક બે કલાક ચાલી હતી. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમા કહ્યુ કે, આ કૃષિ સુધારાએ કિસાનોને નવા અધિકાર અને અવસર આપ્યા છે અને ખુબ ઓછા સમયમાં તેમની મુશ્કેલીઓને ઓછી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube