નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા  (New farm law)ને રદ્દ કરવાની માગને લઈને ધરણા આપી રહેલા કિસાન આંદોલનનો (Farmers Protest) આજે 17મો દિવસ છે. કિસાનોએ હરિયાણામાં ઘણા ટોલ પ્લાઝાને ફ્રી કરાવી દીધા છે. કિસાનોનું કહેવું છે કે દિલ્હી-જયપુર અને દિલ્હી-આગ્રા હાઈવે પણ જામ કરશે. ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં નેશનલ હાઈવે પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. પંજાબના હજારો લોકો દિલ્હી આવી રહ્યાં છે. આ વચ્ચે ફિક્કીની વાર્ષિક સામાન્ય સભામાં પીએમ મોદીએ કહ્યું કે, કૃષિ કાયદાથી કિસાનોને વિકલ્પ અને બજાર મળશે. સરકાર કિસાનોના હિતનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચો કિસાન આંદોલન પર Live Updates: 
- આંદોલનકારી કિસાનોએ સોનીપતમાં નેશનલ હાઈવે પર મુરથલ ટોલ ફ્રી કરાવ્યો. કિસાનોના હંગામા બાદ પાનીપતમાં નેશનલ હાઈવે ટોલ ફ્રી. પહેલા ચેતવણી આપવામાં આવી હતી. 


- ઉત્તર પ્રદેશમાં પણ કિસાનોના ટોલ ફ્રી અભિયાનની અસર જોવા મળી. ગ્રેટર નોઇડા, આગ્રા, મુજફ્ફરનગરમાં ટોલ આપ્યા વગર વાહન પસાર થઈ રહ્યાં છે. મથુરા અને લખનઉમાં ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. 


- કિસાન આંદોલન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી ટ્વીટ દ્વારા સવાલ કર્યો. તેમણે કહ્યું કે, કૃષિ કાયદો હટાવવા માટે કિસાન ભાઈઓએ હજુ કેટલી આહુતિ આપવી પડશે? 


- કિસાન સંગઠન કૃષિ કાયદો પરત લેવા પર અડિગ છે. કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યુ- નવું બિલ બધા મળીને બનાવશું. વાતચીતની સાથે આંદોલન યથાવત રહેશે. 


- દિલ્હીની સિંધુ, ઔચંદી, પ્યાઉ-મનિયારી બોર્ડર બંધ છે. ટ્રેનની અવર જવર પર પણ અસર પડી છે. ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ પ્રધાનમંત્રીએ કૃષિ કાયદાની કરી પ્રશંસા, કહ્યું- નાના કિસાનોને થશે ફાયદો  


કિસાનોને કૃષિ કાયદાના ફાયદા ગણાવશે સરકાર
તો કેન્દ્ર સરકારે હવે નવા કૃષિ કાયદા પર ખેડૂતોના ભ્રમને તોડવાની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે દેશભરમાં લોકોની વચ્ચે પહોંચીને કૃષિ કાયદાના ફાયદા ગણાવશે. પાર્ટી આ માટે આશરે 100 બેઠકોનું આયોજન કરશે. જેમાં તે કેન્દ્રએ બનાવેલા કૃષિ કાયદાના પક્ષમાં પ્રચાર કરશે.


પીએમ મોદીએ કિસાનોને કૃષિ મંત્રીને સાંભળવાની અપીલ કરી
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi)એ પણ શુક્રવારે એક ટ્વીટ કરી કિસાનોને કૃષિ મંત્રીની વાત સાંભળવાની અપીલ કરી છે. તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રી અને વાણિજ્ય મંત્રીની પત્રકાર પરિષદની લિંક શેર કરીને લખ્યુ કે, 'મંત્રીમંડળના મારા બે સહયોગી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલે કૃષિ કાયદા અને કિસાનોની માંગોને લઈને વિસ્તારથી વાત કરી છે. એકવાર તેને જરૂર સાંભળવી જોઈએ.'


ભારતીય કિસાન યૂનિયને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
આ વચ્ચે ભારતીય કિસાન યૂનિયને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે, જેમાં નવા કૃષિ કાયદાને આપદા ગણાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં કિસાનોના આંદોલનને રસ્તાથી હટાવી અને અન્ય સ્થાને લઈ જવાની અરજી હજુ પેન્ડિંગ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube