નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ગત 15 દિવસોથી દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર (Singhu Boder)પર ધરણા આપી રહેલા હજારો ખેડૂતોએ પોતાનું આંદોલન (Farmers Protest) તેજ કરવાની જાહેરાત કરી છે. શનિવારે સાંજે પત્રકાર પરિષદ કરીને ખેડૂત નેતા કમલપ્રીત પન્નૂ (Kamal Preet Singh Pannu)એ 14 ડિસેમ્બરના રોજ ભૂખ હડતાલની જાહેરાત કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી પર લાગ્યા હતા TIME Capsule છુપાવવાના આરોપ, જાણો ટાઇમ કેપ્સૂલ શું છે?


આવતીકાલે દિલ્હી-જયપુર હાઇવે બંધ કરશે ખેડૂતો
પન્નૂએ કહ્યું કે અમારા ધરણા દિલ્હીના 4 સ્થળો પર ચાલી રહ્યા છે. રવિવારે રાજસ્થાન બોર્ડરથી હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ નિકાળશે અને દિલ્હી-જયપુર હાઇવે બંધ કરશે. 14 ડિસેમ્બરના રોજ ખેડૂત દેશની દરેક ડીસી ઓફિસની બહાર પ્રોટેસ્ટ કરશે. તેમણે કહ્યું કે અમે અમારી માતાઓ-બહેનોને પણ આંદોલનમાં બોલાવી રહ્યા છીએ. તેમના માટે અહીં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 


ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર વિચારે છે કે કેસ લટકાવી દેવામાં આવે તો આ આંદોલન નબળો પડી જશે. પરંતુ તેમની ભૂલ છે. અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે. અમે કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube