નવી દિલ્હી: ટૂલકિટ (Toolkit) મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ (Disha Ravi) ની ધરપકડ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે તેને લોકતંત્ર પર હુમલો ગણાવ્યો છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ શાયરી લખીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ગાંધીએ શેર કરી શાયરી
દિશા રવિ  (Disha Ravi) ની ધરપકડ પર પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ ટ્વીટ કરીને લખ્યું કે, 'ડરતે હૈ બંદૂકોવાલે એક નિહત્થી લડકી સે, ફેલે હૈ હિંમત કે ઉજાલે એક નિહત્થી લડકી સે.' આ સાથે જ તેમણે 3 હેશટેગ(#ReleaseDishaRavi #DishaRavi #IndiaBeingSilenced) સાથે દિશાના છૂટકારાની માગણી કરી. 


PM Kisan Samman Nidhi: અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, મળશે 18000 રૂપિયા


દિશા રવિ પર શું છે આરોપ?
પોલીસે આરોપ લગાવ્યો છે કે ભારત વિરુદ્ધ વૈમનસ્ય ફેલાવવા બદલ દિશા રવિ અને અન્યએ ખાલિસ્તાન સમર્થક સમૂહ 'પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન' સાથે સાંઠગાંઠ કરી. પોલીસે જણાવ્યું કે ગ્રેટા થનબર્ગ સાથે ટૂલકિટ શેર કરનારાઓમાંથી એક દિશા રવિ પણ હતી. પોલીસના જણાવ્યાં મુજબ રવિની તેના ઘરેથી અટકાયત કરાઈ અને ત્યારબાદ 'ટૂલકિટ' બનાવવા ઉપરાંત તેના પ્રચાર-પ્રસારમાં સંડોવણીના આરોપમાં તેની ધરપકડ કરાઈ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube