નવી દિલ્હીઃ દિલ્હીના પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવ (SN Srivastava) ગુરૂવારે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં તેમની સાથે સ્પેશિયલ પોલીસ કમિશનર (ઇન્ટેલિજન્સ) અને અન્ય અધિકારી હાજર છે. આ બેઠકમાં દિલ્હીમાં થયેલી હિંસાના મામલામાં કાર્યવાહીને લઈને આગળની રણનીતિ પર ચર્ચા થઈ રહી છે. પોલીસ કમિશનરે બુધવારે પત્રકાર પરિષદ યોજી તે સ્પષ્ટ કરી દીધુ કે 26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર રેલી (Farmer Tractor Rally) દરમિયાન થયેલી હિંસાના જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કિસાન નેતાઓએ વચન તોડ્યુ છે અને તેની પૂછપરછ થશે. જે પણ દોષી છે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસએન શ્રીવાસ્તવ (SN Srivastava) એ એક પત્ર જારી કર્યો છે. તેમાં તેમણે લખ્યુ છે કે કિસાન આંદોલન (Farmers Protest) જ્યારે 26 જાન્યુઆરીએ ઉગ્ર થઈ ગયું હતું તો તમે (દિલ્હી પોલીસ) એ ખુબ સંયમનો પરિચય આપ્યો હતો. પોલીસની પ્રશંસા કરતા તેમણે આગળ લખ્યું કે, આપણા જવાનોની પાસે બળ પ્રયોગનો વિકલ્પ ખુલ્લો હતો પરંતુ સંયમનો પરિચય આપવામાં આવ્યો. આ આચરણ ખુબ પડકારજનક હતું પરંતુ આ કારણે તેનો સામનો થઈ શક્યો. આપણે દરેક પ્રકારના પડકારનો સામનો કરતા આવ્યા છીએ. 


kisan Andolan) ના પડકારનો આમને સારી રીતે સામનો કરી શક્યા. મહત્વનું છે કે આંદોલનમાં કુલ 384 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે તો કુલ 25 એફઆઈઆર નોંધવામાં આવી છે. તે જણ જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ કમિશનરે આગળ કહ્યુ કે, તમને જણાવવા ઈચ્છુ છું કે આવનારા કેટલાક દિવસ આપણા માટે પડકારજનક હોઈ શકે છે. આપણે સચેત રહેવાની જરૂર છે. આપણે બધાએ પોતાનું ધૈર્ય અને અનુસાશન બનાવી રાખવાનું છે. હું તમને તમારા સંયમ અને ધૈર્ય માટે ધન્યવાદ આપુ છું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube