નવી દિલ્હી : સરકાર હંમેશા ઇચ્છે છે કે ખેડૂતોની કમાણી વધે તેવા ઉપાય કરે. જેથી નવી નવી સ્કીમ પણ લોન્ચ કરે છે. જેથી તેમના પર વધારે આર્થિક બોજો ન પડે, જેથી તેમના પર આર્થિક બોઝ ન પડે. ખેડૂતો સન્માનપૂર્વક રકમથી માંડીને અનેક નવી યોજનાઓ છે, તેના દ્વારા ખેડૂત ભાઇ ખેતી ઉપરાંત પણ પોતાની કમાણીને વધારી શકે છે. હવે સરકાર ખેડૂતોની કમાણી વધારવા માટે ફોર્મ મશીનરી બેંક (Farm Machinery Bank) તરીકે એક યોજના લઇને આવી છે, જેના કારણે પોતાની ખેતી કરવાની સાથે જ બીજાની મદદ પણ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગના રનૌતની મુંબઇ ઓફીસ પર BMC ના દરોડા, અભિનેત્રીએ કહ્યું બધુ જ ધ્વસ્ત કરી દઇશું


શું છે સમગ્ર યોજના
ખેડૂતો માટે ફોર્મ મશીનરી બેંક બનાવવામાં આવી છે. હાલ ખેતીમાં મશીનરી વગર ખેતી અશક્ય બાબત છે. જો કે પ્રત્યેક ખેડૂત ખેતીવાડીમાં જરૂરી મશીનો ખરીદી શકે તેમ નથી હોતા. જો કે પ્રત્યેક ખેડૂત ખેતીવાડીમાં વપરાશમાં આવનારા મશીનોને ખરીદી નથી શકતા. સરકારે ભાડા પર મશીનોની ઉપલબ્ધતા વધારવાનાં ફોર્મ મશીનરી બેંના ગામોની રચના કરવામાં આવી રહી છે. તેના માટે સરકારે વેબસાઇટ, મોબાઇ એપ દ્વારા ખેડૂતોનાં સમુહોની રચના કરી રહ્યા છે. 


Exclusive: ચીન સાથે સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાને 400 આતંકવાદીઓએ ઘૂસણખોરીનું ઘડ્યું કાવતરું


સરકાર આપી રહી છે 80 ટકા સબ્સિડી
નવયુવાનો ફોર્મ મશીનરી બેંક ખોલીને નિયમીત અને સારી આવક કરી શકે છે. ખાસ વાત છેકે ફોર્મ મશીનરી બેંક માટે સરકાર 80 ટકા સબ્સિડી સાથે અનેક પ્રકારની અન્ય મદદ પણ કરી શકે છે. 


હાઇકોર્ટનો ચુકાદો: હવે ખાનગી શાળાઓ 3 હપ્તામાં 70 ટકા સુધી ફી વસુલી શકશે


માત્ર 20 ટકા રોકાણ જ કરવું પડશે
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કસ્ટમ હાયરિંગ સેન્ટર (Custom Hiring Centre) બનાવવા માટેની બાબતને પ્રોત્સાહન આપી રહ્યા છે અને 50 હજારથી વધારે કસ્ટમ હાયરિંગ સેન્ટર બનાવવામાં પણ આવી ચુક્યા છે. ફાર્મ મશીનરી બેંક માટે ખેડૂતો માટે કુલ ખર્ચના માત્ર 20 ટકા પૈસા જ લગાવવા પડશે. કારણ કે કુલ ખર્ચનાં 80 ટકા પૈસા સબ્સિડી તરીકે પરત ખેડૂતોને મળી શકશે. સબ્સિડી 10 લાખથી વધારે એક કરોડ રૂપિયા સુધી આપવામાં આવશે. 


CBI આવતીકાલે કરશે સુશાંતના હત્યારાઓના નામનો ખુલાસો? મહેશ શેટ્ટીના નિવેદનથી મળ્યો મોટો ક્લૂ


ત્રણ વર્ષમાં માત્ર એકવાર સબ્સિડી
ખેડૂત પોતાનાં ફાર્મ મશીનરી બેંકમાં સીડ ફર્ટિલાઇઝર ડ્રિલ, થ્રેસર, ટિલર, રોટાવેટર જેવા મશીનોને પણ ખરીદી શકાશે. કૃષી વિભાગની કોઇ પણ યોજના મશીનરી પર ત્રણ વર્ષમાં માત્ર એક જ વાર સબ્સિડી આપવામાં આવશે. એક વર્ષમાં ખેડૂતો ત્રણ અલગ અલગ પ્રકારનાં સંયંત્ર માટે અનુદાન લઇ શકે છે.


રક્ષા ક્ષેત્રે ભારતને મળી મોટી સફળતા, DRDOએ હાઈપરસોનિક વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું


આ પ્રકારે કરી શકો છો એપ્લાય
ફાર્મ મશીનરી બેંક માટે ખેડૂતોને સહાય માટે પોતાનાં વિસ્તારનાં ઇ મિત્ર કિયોસ્ક પર એક નિશ્ચિત ફી ચુકવીને અરજી કરવાની રહેશે. અનુદાન માટે એપ્લીકેશન સાથે ફોટો, મશીનરીનાં બિલની કોપી, ભામાશાહ કાર્ડ, આધારકાર્ડ, બેંક ખાતાની પાસબુકની ફોટો કોપી સહિત અનેક દસ્તાવેજ જમા કરવાની હોય છે. 


Kangana Ranaut ને મળી Y શ્રેણીની સુરક્ષા, અભિનેત્રીએ કહ્યું- 'ભારતની દીકરીના આત્મસન્માનની લાજ રાખી'


હાલ માત્ર રાજસ્થાનમાં જ શરૂ થઇ છે આ સ્કીમ
રાજસ્થાનમાં આ યોજના હેઠળ તમામ વર્ગનાં ખેડૂતોને ફાયદો મળશે. જો કે અનુસૂચિત જાતિ, જનજાતી, મહિલાઓ, બીપીએલકાર્ડ ધારકો અને નાના ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના હેઠલ પહેલા આવો પહેલા મેળવો અનુસાર ખેડૂતોને સહાયની રકમ ચુકવવામાં આવશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube