નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) એ શનિવારે (19 નવેમ્બર) એક જનસભા દરમિયાન ભાજપ પર હુમલો કર્યો છે. સાથે તેમણે કહ્યું કે કેટલાક નેતા ધાર્મિક વિભાજન પેદા કરી પાર્ટીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. નોંધનીય છે કે ફારૂક અબ્દુલ્લાએ તાજેતરમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદેથી હટવાની જાહેરાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફારૂક અબ્દુલલાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તે ચૂંટણી દરમિયાન હિન્દુ ખતરામાં છે નો ખુબ પ્રયોગ કરશે. પરંતુ હું તમને વિનંતી કરુ છું કે તમે તેનો શિકાર ન બનો. અબ્દુલ્લાએ કહ્યુ કે, ભગવાન રામ બધાના છે, માત્ર હિન્દુ ધર્મના લોકોના નથી. 


ક્યારેય પાકિસ્તાનનો પક્ષ નથી લીધો
અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના અખનૂર જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે કોઈ ધર્મ ખરાબ નથી, આ વ્યક્તિ છે જે ભ્રષ્ટ છે. અમારા પર સતત આરોપો લાગતા રહ્યાં પરંતુ અમે ક્યારેય પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો નથી. તેમણે કહ્યું કે નેશનલ કોન્ફરન્સે ક્યારેય પાકિસ્તાનનો પક્ષ લીધો નથી. જિન્ના મારા પિતાને મળવા આવ્યા હતા, પરંતુ અમે તેની સાથે જવાનો ઇનકાર કરી દીધો હતો. 


આ પણ વાંચોઃ દિલ્હી MCD ચૂંટણી પહેલા કવિ કુમાર વિશ્વાસને જાનથી મારવાની ધમકી, FIR દાખલ


સરકારે નોકરીનું વચન પૂરુ કર્યું નથી
ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોતાના વચન પૂરા કર્યાં નથી. આપણે અહીં 50 હજાર નોકરીઓનું વચન આપ્યું હતું, તે ક્યાં છે? આપણા ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને આપણા બાળકો બધા બેરોજગાર છે. આ એક રાજ્યપાલ તરફથી ન કરી શકાય, તમે તેને જવાબદાર ન ઠેરવી શકો તેથી ચૂંટણી મહત્વપૂર્ણ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube