ભારત માતા કી જય બોલવાના વિરોધ અંગે અબ્દુલ્લાએ કહ્યું હું ગભરાવાનો નથી
ફારુક અબ્દુલ્લાએ કહ્યું, હું ડરનારો વ્યક્તિ નતી, જો તેઓ સમજે છે કે આ રીતે તેમને આઝાદી મળશે તો તેઓ ખોટુ વિચારી રહ્યા છે
નવી દિલ્હી : ઇદ ઉલ જુહા પ્રસંગે શ્રીનગરની હજરત બલ દરગાહ ઇદીની નમાજ દરમિયાન જમ્મુ - કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની વિરુદ્ધ થયેલી નારેબાજી અંગે ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ કોઇનાથી ડરનારા નથી. તેમણે ગત્ત દિવસોમાં અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં આયોજીત શોકસભામાં ભાષણ દરમિયાન ભારત માતા કી જયનો નારો લગાવ્યો હતો. આ કારણે દરગાહની આસપાસ હાજર લોકોએ ફારુક અબ્દુલ્લાને જોતા જ ગુસ્સે થઇ ગયા અને તેમની વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યા હતા.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, હું ગભરાનારો વ્યક્તિ નથી. જો તેઓ સમજે છે કે આવી રીતે આઝાદી આવશે તો હું તેમને કહેવા માંગીશ કે પહેલા બેકારી, બિમારી અને ભુખમરાથી આઝાદીમેળવવી વધારે જરૂરી છે. તેમણે કહ્યું કે, આજે સમય આવી ચુક્યો છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે શાંતિપુર્ણ વાતચીત આગળ વધે. તેમણે કહ્યું કે, હવે અમે નફરતથી છુટકારો મેળવવાની જરૂર છે. આ દેશ હિંદુઓનો છે. મુસલમાનોનો છે, શિખોનો છે અને ક્રિશ્ચિયનોનો છે. જે અહીં રહે છે, આ દેશ તમામ લોકોનો છે.
વિરોધનું કારણ
અગાઉ જ્યારે અબ્દુલ્લા દરગાહ પહોંચ્યા તો ત્યાં હાજર કેટલાક લોકોએ અબ્દુલ્લાને દરગાહ આવવાનું પસંદ નહોતુ આવ્યું અને અચાનક જ લોકોએ જાકીર મુસા અને આઝાદી - આઝાદીના નારા લગાવવાનાં શરૂ કરી દીધા. આ દરમિયાન કેટલાક લોકોએ જુતાઓ પણ ઉછળ્યા હતા. મજબુરિમાં અબ્દુલ્લાએ નમાજ અદા કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.