નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ રવિવારે કહ્યુ કે, તેમને આશા છે કે ચીનના સમર્થનથી જમ્મૂ-કાશ્મીરમાં ફરીથી કલમ 370ને લાગૂ કરવામાં આવશે. ફારૂક અબ્દુલ્લા કહેતા રહ્યા છે કે આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એને બીજીવાર લાગૂ કરાવવા અને જમ્મૂ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવા માટે તે પ્રતિબદ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ફારૂક અબ્દુલ્લાએ જમ્મૂ-કાશ્મીરમાં પાંચ ઓગસ્ટ 2019 પહેલાની સ્થિતિ યથાવત કરવાની માગ કરી હતી. ફારૂક અબ્દુલ્લાનું કહેવુ હતુ કે કાશ્મીરમાં જે સ્થિતિ છે, તેના પર બોલવા માટે અમે સંસદ ભવનમાં સમય માગ્યો. પરંતુ અમને સમય આપવામાં આવ્યો નહીં. દેશની જનતાને ખ્યાલ આવે કે ખરેખર ત્યાં લોકો કઈ રીતે રહે છે અને ત્યાંની સ્થિતિ શું છે? શું તે બાકી દેશની સાથે આગળ વધ્યા છે કે પાછળ ગયા છે?


સંસદના સત્ર દરમિયાન ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે કાશ્મીરમાં હજુ પણ સ્થિતિ સુધરી નથી. બાકી દેશમાં ઇન્ટરનેટ 4જી વાપરી રહ્યાં છે, 5જી આવવાનું છે. પરંતુ ત્યાં હજુ લોકો 2જીથી કામ ચલારી રહ્યાં છે. તેવામાં યુવાનો કઈ રીતે ભણશે. ત્યાંની સ્થિતિ વિશે દેશને માહિતી આપવી છે. બીજા લોકોને જે સુવિધા મળે છે તે અમને મળતી નથી. અમે કઈ રીતે આગળ વધીશું. જમાનો બદલાય ગયો છે.


સરળ શબ્દોમાં જાણો સ્વામિત્વ યોજના' વિશે, Property Card થી તમને શું ફાયદો થશે તે પણ સમજો


પાક સાથે ચર્ચા કરવાની કર્યું હતું સમર્થન
ફારૂક અબ્દુલ્લાનું કહેવુ હતુ કે અમે આગળ ગયા કે પાછળ ગયા છીએ. કહે છે બીજુ અને કરે છે બીજુ. ગરીબી વધી ગઈ છે. તેની પાસે રોજગાર નથી. તેમનું કહેવું હતું કે તેમને શંકા છે કે જો કોઈ દિવસ એવો કાયદો આવશે. તેને રોકી શકશું નહીં. ફારુક અબ્દુલ્લાએ લોકસભામાં કહ્યુ કે, ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ. જે રીતે ચીનની સાથે વાતચીતનો પ્રયાસ થઈ રહ્યો છે તે રીતે વિવાદિત મુદ્દા પર પાકિસ્તાન સાથે ચર્ચા કરવી જોઈએ. 
 


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube