ઓડિશાના બાલાસોરમાં થયેલા રેલવે અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 275 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. 900 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે. જ્યારે 200 લોકો હજુ સારવાર હેઠળ છે. 101 મૃતદેહોની ઓળખ હજુ બાકી છે. રેલવેએ આ મામલે રવિવારે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. સમાચાર એજન્સી મુજબ ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિનતેશ રેએ સીબીઆઈ તપાસ શરૂ થવાની પુષ્ટિ કરી છે. બાલાસોરમાં રેલવે પોલીસે દુર્ઘટના અંગે IPC અને રેલવે અધિનિયમની વિવિધ કલમો હેઠળ 3 જૂનના રોજ કેસ દાખલ કર્યો છે. આ મામલે અનેક દર્દનાક કહાનીઓ પણ સામે આવે છે જેમાં કોઈનો આખો પરિવાર ખતમ થઈ ગયો તો કોઈએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. અકસ્માતમાં અનેક બાળકો અનાથ થયા છેજ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. આ લોકોમાં એક 24 વર્ષનો વિશ્વજીત મલિક પણ છે, જે મૃત જાહેર કરાતા મડદાઘરમાં પહોંચ્યો હતો. પણ એક પિતાના વિશ્વાસે એ વાત સાબિત કરી કે બાપ એ બાપ હોય છે. પિતાએ પુત્રને મડદાઘરમાં જીવિત પામ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ્સ મુજબ વિશ્વજીતના પિતાએ થોડા કલાકો પહેલા જ શાલીમાર સ્ટેશનથી કોરોમંડલ એક્સપ્રેસમાં દીકરાને છોડ્યો હતો. ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહતું કે તેમના પુત્ર સાથે આટલો મોટો અકસ્માત ઘટશે. ગણતરીના કલાકો બાદ જ્યારે વિશ્વજીતના પિતા હિલારામને ટ્રેન અકસ્માતની ખબર મળી તો તેમણે તરત જ પુત્રને ફોન લગાવ્યો. પુત્રએ ફોન તોઉઠાવ્યો પણ ઈજાના કારણે વધુ બોલી શકતો નહતો. 


ત્યારબાદ પિતાએ તરત જ એક સ્થાનિક એમ્બ્યુલન્સ ચાલકને બોલાવ્યો અને બાલાસોર માટે રવાના થઈ ગયા. 230 કિમીના પ્રવાસ બાદ તેઓ બાલાસોર પહોંચ્યા. ઘટનાસ્થળે પહોંચીને જ્યારે હિલારામે પુત્ર વિશ્વજીતની શોધ આદરી તો તે ક્યાંય મળ્યો નહીં. પુત્ર વિશે પૂછપરછ કરતા હિલારામ અસ્થાયી મડદાઘર પહોંચ્યો. જ્યાં ટ્રેન અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ રાખવામાં આવ્યા હતા. 


બાલાસોર ટ્રેન અકસ્માત બાદ રેલવેએ લીધો મોટો નિર્ણય, હવે તાબડતોબ કરાશે આ કામ


BJP સાંસદે જેને દેખાડી હતી ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી', તે મુસ્લિમ પ્રેમી સાથે ભાગી ગઈ


બિહારમાં હાલમાં જે બ્રિજ તૂટ્યો તેના કોન્ટ્રાક્ટર જ બનાવી રહ્યા છે ગુજરાતના બે બ્રિજ


પહેલા તો તેમને પ્રવેશ અપાયો નહીં. પણ થોડીવાર બાદ ખુબ જદ્દોજહેમત કર્યા બાદ જ્યારે તેઓ અંદર પહોંચ્યા તો તેમની નજર એક પીડિત પર પડી જેનો એક હાથ હલી રહ્યો હતો. હિલારામે જ્યારે તે હાથ તરફ જોયું તો તેમને તે વિશ્વજીતના હાથ જેવો લાગ્યો. તેમણે તરત જ અધિકારીઓને સૂચના આપી અને વિશ્વજીતને તરત ત્યાંથી કાઢીને બાલાસોર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ગંભીર રીતે ઘાયલ હોવાના કારણે ડોક્ટરોએ તેને કટક રેફર કર્યો. જો કે પ્રાથમિક સારવાર બાદ પિતા તેમના પુત્રને પોતાની સાથે લઈ ગયા. હવે હાલ પીડિતની કોલકાતાની એક હોસ્પિટલમાં સારવાર ચાલે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube