Balasore Train Accident: બાલાસોર ટ્રેન અકસ્માત બાદ રેલવેએ લીધો મોટો નિર્ણય, હવે તાબડતોબ કરાશે આ કામ
રેલવે મંત્રાલયના આદેશમાં એમ પણ કહેવાયું છે કે રિલે રૂમની તપાસ કરીને એ નક્કી કરવામાં આવે કે ડબલ સિગ્નલિંગ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. અત્રે જણાવવાનું કે રિલે રૂમથી જ સિગ્નલિંગ સિસ્ટમને કંટ્રોલ કરવામાં આવે છે. બાલાસોરમાં શુક્રવારે થયેલા અકસ્માતમાં 270 કરતા વધુ લોકોના મોત થયા છે જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.
Trending Photos
Train Accident: ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ હવે રેલવે એક્ટિવ મોડમાં આવી ગયું છે. રેલવે મંત્રાલયે સમગ્ર દેશની સિગ્નલ સિસ્ટમનું ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડે તમામ મહાપ્રબંધકોને આદેશ આપ્યો છે કે તપાસ કરીને 14 જૂન સુધીમાં રિપોર્ટ સોંપે. આદેશમાં કહેવાયું છે કે રેલવે સ્ટેશનો પર લાગેલા હાઉસિંગ સિગ્નલિંગ ઉપકરણોની તપાસ થવી જોઈએ.
રેલવે મંત્રાલયના આદેશમાં એમ પણ કહેવાયું છે કે રિલે રૂમની તપાસ કરીને એ નક્કી કરવામાં આવે કે ડબલ સિગ્નલિંગ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. અત્રે જણાવવાનું કે રિલે રૂમથી જ સિગ્નલિંગ સિસ્ટમને કંટ્રોલ કરવામાં આવે છે. બાલાસોરમાં શુક્રવારે થયેલા અકસ્માતમાં 270 કરતા વધુ લોકોના મોત થયા છે જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ અગાઉ રેલવે અધિકારીઓએ શાલીમાર-ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગ્લુરુ હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડીની ટક્કર મામલે સંભવિત તોડભોડ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડના સંકેત આપ્યા હતા. તમામ ઝોનના મહાપ્રબંધકોને લખેલા પત્રમાં રેલવે બોર્ડે નિર્દેશ આપ્યો છે કે સ્ટેશનની સરહદની અંદર સિગ્નલિંગ ઉપકરણની તમામ ગુમટી પર વિશેષ ધ્યાન આપવાની સાથે એક સુરક્ષા અભિયાન તરત શરૂ કરવામાં આવે. બોર્ડે કહ્યું કે તપાસની સાથે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની પાસે ડબલ લોકિંગ વ્યવસ્થા હોય.
#WATCH | Odisha: About 1,100 people were injured in the #BalasoreTrainAccident, out of which about 900 people were discharged after treatment. Around 200 people are being treated in various hospitals in the state. Out of 278 people who died in the accident, 101 bodies are yet to… pic.twitter.com/9VDPxYr5Jn
— ANI (@ANI) June 5, 2023
બોર્ડે કહ્યું કે સ્ટેશનોના તમામ રિલે રૂમની તપાસ થવી જોઈએ અને ડબલ લોકિંગ વ્યવસ્થાનું સમુચિય કાર્ય સુનિશ્ચિત કરવું જોઈએ. બોર્ડે કહ્યું કે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ રિલે રૂમના દરવાજા ખોલવા/બંધ કરવા મટે ડેટા લોગિંગ અને એસએમએસ અલર્ટ ઉત્પન્ન થઈ રહ્યો છે. રેલવે બોર્ડે એ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે કે સિગ્નલિંગ અને દૂરસંચાર ઉપકરણો માટે ડિસ્કનેક્શન અને રિકનેક્શનની સિસ્ટમના નિર્ધારિત માપદંડો અને દિશાનિર્દેશો મુજબ કડકાઈથી પાલન થઈ રહ્યું છે.
આ બધા વચ્ચે દુર્ઘટના દરમિયાન ડ્યૂટી પર તૈનાત દક્ષિણ પૂર્વ રેલવેના ખડગપુર ડિવિઝનના લગભગ 54 અધિકારીઓને પાંચ જૂન અને છ જૂનના રોજ તપાસ માટે ઉપસ્થિત રહેવાનું કહેવાયું હતું. બોર્ડે ડ્યૂટી વગરના એ રેલવે અધિકારીઓને પણ તલબ કર્યા જે બંનેમાંથી કોઈ એક ટ્રેનમાં સવાર હતા અને આવા અધિકારીઓ જે દુર્ઘટના સ્થળે પહેલા પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે