ફતવો બહાર પાડનારાઓથી ખતરાને પગલે નિદા ખાનની સુરક્ષા વધારાઇ
નિદા ખાનનું કહેવું છે કે ફતવો બહાર પાડનારા લોકો પર સરકારે પ્રતિબંધ લગાવવો જોઇએ, હું વડાપ્રધાનને મળીને અપીલ કરીશ
નવી દિલ્હી : હલાલા, ત્રિપલ તલાક અને બહુવિવાહની વિરુદ્ધ અવાઝ ઉઠાવનારી આલા હઝરત ખાનદાનની પુર્વ બહૂ નિદા ખાનનું કહેવું છેકે મારી વિરુદ્ધ જે ફતવો ઇશ્યુ કરવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું હતું કે જો મે 3 દિવસમાં દેશ નહી છોડ્યો તો મારા પર ઇંટ અને પત્થર વડે હૂમલો કરનારા લોકો પર પ્રતિબંધ લગાવવો જોઇએ. હું વડાપ્રધાન મોદીને મળવા માટે સમય માંગીશ. બીજી તરફ શનિવારે શાહજહાપુર આવ્યા હતા પરંતુ હું અંગત સુરક્ષાના કારણોથી તેમને નહોતા મળ્યા.
પંચે નોંધાવ્યું નિવેદન
તે અગાઉ યુપી લઘુમતી પંચની ટીમે બંન્ને પક્ષોના લેખિત નિવેદન નોંધાવ્યા છે. નિદા ખાનને ઇસ્લામથી ફગાવી દેવાના ફતવા અંગે પંચની બે સભ્યોની તપાસ સમિતીએ પહોંચી નિદા અને તેની વિરુદ્ધ ફતવો બહાર પાડનારા પક્ષમાં વાતચીત કરી. લઘુમતી પંચના સભ્ય રૂમાના સિદ્દીકી અને કુંવર ઇકલાબ હૈદરે બંન્ને પક્ષોના લેખીત નિવેદન નોંધ્યા. તપાસ સમિતીએ કહ્યું કે આ ઘટના ખુબ જ સંવેદનશીલ છે. તપાસ સમિતીએ કહ્યું કે આ ઘટના ખુબ જ સંવેદનશીલ છે. તેના કારણે ધાર્મિક, જનભાવનાઓ સાથે જોડાયેલી છે. તેમ છતા કોઇ પણ વ્યક્તિ કાયદાને પડકારી શકે તેમ નથી. ડીએમ વીરેન્દ્ર કુમારસિંહ અને વરિષ્ઠ પોલીસ અધીક્ષક મુનિરાજ જી સમિતીને મળવા પહોંચ્યા અને સમિતીનાં અધિકારીઓ સાથે સમગ્ર ઘટનાક્રમ અંગે ફીડબેક લીધો હતો.
16 જુલાઇએ ટોળાએ કર્યો હતો નિદા પર હૂમલો
16 જુલાઇએ બરેલી શહેરના બાનખાના વિસ્તારમાં એક કથિત હલાલા પીડિતાનો બચાવ કરવા માટે પહોંચેલી નિદા પર ટોળાના હૂમલા બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેની પાસે પહેલાથી જ એક ગનર હતો હવે વધારે એક ગનર તેમને આપવામાં આવ્યો છે. તે દિવસે આલા હજરત દરગાહના દારૂલ ઇફ્તા વિભાગે નિદાની વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો.